News of Thursday, 5th March 2026
હું રાજ્યસભામાં સભ્ય બનવા માંગુ છું: નવી સરકારને માર્ગદર્શન આપીશ..

પટના, તા.૫: બિહારના સુશાસન બાબુ તરીકે ઓળખાતા નીતિશ કુમારે આજે સોશિયલ મીડિયા પર એક લાંબી અને હૃદયસ્પર્શી પોસ્ટ મૂકીને સમગ્ર દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેઓ હવે રાજ્યસભાના સભ્ય બનવાની પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરવા માંગે છે. છેલ્લા બે દાયકાથી બિહારના મુખ્યમંત્રી તરીકે જનતાની સેવા કર્યા બાદ, નીતિશ કુમાર હવે સંસદના ઉપલા ગળહમાં જઈને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ જાહેરાત સાથે જ બિહારમાં મુખ્યમંત્રીની ખુરશી ખાલી થવાના સંકેતો મળી રહ્યા છે. પોતાના સંસદીય સફરને યાદ કરતા નીતિશ કુમારે લખ્યું કે, તેમની કારકિર્દીની શરૂઆતથી જ એક સપનું હતું કે તેઓ લોકશાહીના ચારેય ગળહોラલોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદના સભ્ય બને. અત્યાર સુધી તેઓ ત્રણ ગળહોના સભ્ય રહી ચૂકયા છે, અને હવે રાજ્યસભામાં જઈને તેઓ પોતાનું આ સંસદીય વર્તુળ પૂરું કરવા માંગે છે. આ નિર્ણય માત્ર એક વ્યક્તિગત ઈચ્છા નથી, પરંતુ બિહારના સત્તાના સમીકરણોમાં આવનારા એક -ચંડ ભૂકંપ પૂર્વેની શાંતિ જેવો જણાય છે.
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
