<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

તેંડુલકર પરિવારમાં શરણાઈના સૂર: અર્જુન તેંડુલકર અને સાનિયા ચાંદોક પ્રભુતામાં પગલાં પાડ્યા, પિંક સાડીમાં સારા તેંડુલકરે લૂંટી મહેફિલ

ભાઈના લગ્નમાં સારાનો દેશી લુક સોશિયલ મીડિયા પર વાયરલ; ડાન્સ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી સનસનાટી

મુંબઈ, તા. ૦૫: ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના ઘરે અત્યારે લગ્નની શરણાઈઓ વાગી રહી છે. સચિનના પુત્ર અને યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકરે સાનિયા ચાંદોક સાથે લગ્નગ્રંથિથી જોડાઈને જીવનની નવી ઇનિંગ શરૂ કરી છે. જોકે, આ લગ્નમાં વરરાજા અર્જુન કરતા પણ તેની મોટી બહેન સારા તેંડુલકરના લુક અને અંદાજની ચર્ચાઓ વધુ જોવા મળી રહી છે.
લગ્ન પ્રસંગમાં સારા તેંડુલકર પારંપરિક ગુલાબી (પિંક) સાડીમાં અત્યંત આકર્ષક દેખાતી હતી. તેના ક્લાસી લુક અને મંત્રમુગ્ધ કરી દેતી સ્ટાઈલે લગ્નમાં આવેલા મહેમાનો તેમજ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચ્યું છે. સારાની તસવીરો ઇન્ટરનેટ પર વાયુવેગે વાયરલ થઈ રહી છે અને ચાહકો તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
સારાનો ડાન્સ વીડિયો થયો વાયરલ
માત્ર લુક જ નહીં, પરંતુ ભાઈ અર્જુનના લગ્નમાં સારાએ કરેલા ડાન્સે પણ ધૂમ મચાવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં સારા તેના ભાઈના લગ્નની ખુશીમાં મન મૂકીને નાચતી જોવા મળી રહી છે. સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર પણ પોતાના પુત્રના આ ખાસ દિવસે ભાવુક અને ખુશ દેખાયા હતા. ક્રિકેટ અને ગ્લેમર જગતની અનેક હસ્તીઓએ આ નવદંપતીને સોશિયલ મીડિયા દ્વારા આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી છે.

(4:22 PM IST)