<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

ચીનના ‘નોસ્ટ્રાડેમસ’ની ભયાનક ભવિષ્યવાણી: ઈરાન-અમેરિકા યુદ્ધમાં ટ્રમ્પ સામે આવશે મોટી મુસીબત, શું સુપરપાવર અમેરિકા આ જંગ હારી જશે?

પ્રોફેસર જિયાંગના બે દાવા અક્ષરશઃ સાચા પડ્યા, હવે ત્રીજી આગાહીએ વિશ્વના નેતાઓની ઉંઘ ઉડાડી; પહાડી વિસ્તારો અને સપ્લાય લાઇન અમેરિકા માટે બનશે ‘ચક્રવ્યૂહ’

બેઇજિંગ, તા. ૦૫: જ્યારે આખું વિશ્વ ઈરાન અને અમેરિકા વચ્ચેના લોહિયાળ સંઘર્ષને જોઈ રહ્યું છે, ત્યારે ચીનના એક પ્રોફેસરની ભવિષ્યવાણીએ ભારે ચર્ચા જગાવી છે. ‘ચીનના નોસ્ટ્રાડેમસ’ તરીકે જાણીતા પ્રોફેસર ઝુઇકિન જિયાંગે ૨૦૨૪માં એક ઓનલાઇન લેક્ચર દરમિયાન ત્રણ મોટી આગાહીઓ કરી હતી. અત્યારની સ્થિતિ જોતા તેમની ત્રણમાંથી બે આગાહીઓ સાચી પડી છે, જેના કારણે હવે આખું વિશ્વ તેમની ત્રીજી આગાહી સાચી પડશે કે કેમ તે વિચારીને ફફડી રહ્યું છે.

પ્રોફેસર જિયાંગની પ્રથમ આગાહી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં આવશે. બીજી આગાહી એ હતી કે સત્તામાં આવતાની સાથે જ તેઓ ઈરાન સાથે યુદ્ધની શરૂઆત કરશે. આ બંને વાતો અત્યારે હકીકત બની ચૂકી છે. પરંતુ તેમની ત્રીજી આગાહી સૌથી વધુ ચોંકાવનારી અને અમેરિકા માટે ચિંતાજનક છે. જિયાંગના મતે, અમેરિકા આ યુદ્ધ ઈરાન સામે હારી જશે.

કેમ અમેરિકા માટે આ જંગ હારનું કારણ બનશે?

યેલ કોલેજમાંથી સ્નાતક થયેલા અને ફિલસૂફીના પ્રોફેસર જિયાંગે આ આગાહી પાછળ કેટલાક મજબૂત તર્ક આપ્યા છે. તેમણે બે વર્ષ પહેલાં જ જણાવ્યું હતું કે ઈરાનનો પર્વતીય ભૂપ્રદેશ (Mountainous Terrain) અમેરિકી સૈન્ય માટે મોટું નુકસાન સાબિત થશે. લાંબી સપ્લાય લાઇન અને અમેરિકાની અંદર વધી રહેલો ઘરેલું વિરોધ ટ્રમ્પ પ્રશાસન માટે આ જંગને અત્યંત મોંઘો અને મુશ્કેલ બનાવી દેશે.

હાલમાં ઈરાને જે રીતે ઈઝરાયેલ અને ખાડી દેશોમાં સ્થિત અમેરિકી સૈન્ય મથકો પર વળતા હુમલા કર્યા છે, તે જોતા જિયાંગની આગાહીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચીન અને રશિયાના ઈરાનને મળી રહેલા ટેકાને કારણે પણ અમેરિકા માટે આ જંગ જટિલ બની રહ્યો છે. જો પ્રોફેસર જિયાંગની ત્રીજી આગાહી પણ સાચી પડે, તો તે વૈશ્વિક સત્તાના સંતુલનમાં ઐતિહાસિક ફેરફાર લાવી શકે છે.

(5:57 PM IST)