<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

આસામમાં સુખોઈ-૩૦ ફાઇટર જેટનો રડાર સંપર્ક તૂટ્યો : વાયુસેનાની શોધખોળ ચાલુ

આસામમાં રડાર સંપર્ક તૂટી ગયા બાદ વાયુસેનાનું સુખોઈ-૩૦ MKI ફાઇટર જેટ ગુમ થયું:કાર્બી આંગલોંગ જિલ્લામાં બનેલી ઘટના બાદ મોટા પાયે શોધખોળ ચાલુ

આસામમાં સુખોઈ-30 MKI ફાઇટર એરક્રાફ્ટનો રડાર સંપર્ક તૂટી ગયો છે. વિમાન હજુ સુધી શોધી શકાયું નથી. ગુવાહાટીના સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે આ મામલાની તપાસ માટે વાયુસેનાની એક ટીમ રવાના કરવામાં આવી છે. શોધ કામગીરી શરૂ કરવામાં આવી છે. એવું કહેવાય છે કે કાર્બી આંગલોંગ જિલ્લામાં ઉડાન ભરતી વખતે Su-30 MKI ગાયબ થઈ ગયું હતું.

  કેટલાક અહેવાલો સૂચવે છે કે વિમાન ક્રેશ થયું છે. સ્થાનિક લોકોએ જોરદાર વિસ્ફોટનો અવાજ પણ સાંભળ્યો હતો. જોકે, વાયુસેના કે સંરક્ષણ મંત્રાલય તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં શોધખોળ કામગીરી ચાલી રહી છે.

(9:39 PM IST)