<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th March 2026

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને અપાતી તમામ આર્થિક મદદ અને રોકાણ પર રોક લગાવી

સ્પષ્ટ કહ્યું કે ટેક્સપેયર્સના નાણાં "ફ્રીલોડર્સ" એટલે કે મફતખોરો પાછળ ખર્ચી શકાય નહીં

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર 'ન્યૂઝ અલ્જેબ્રા' દ્વારા કરવામાં આવેલી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને અપાતી તમામ પ્રકારની આર્થિક મદદ અને રોકાણ તાત્કાલિક અસરથી રોકી દીધા છે. પોસ્ટમાં જણાવાયું છે કે ઈસ્લામાબાદ પાસે પોતાના વાયદા પૂરા કરવા માટે કોઈ વિશ્વસનીય આર્થિક યોજના નથી. 

 

વધુમાં, એવો પણ દાવો કરાયો છે કે ટેક્સપેયર્સના નાણાં "ફ્રીલોડર્સ" એટલે કે મફતખોરો પાછળ ખર્ચી શકાય નહીં. જોકે, આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર અહેવાલો સૂચવે છે કે સાઉદી અરેબિયાએ અગાઉ જ પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું હતું કે હવેથી આર્થિક મદદ માત્ર રોકાણ અને નક્કર આર્થિક સુધારાના આધારે જ આપવામાં આવશે, જે બાબતને સોશિયલ મીડિયા પર આ રીતે વાયરલ કરવામાં આવી રહી છે.

(10:17 PM IST)