<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

"શસ્ત્રો છોડો, નહીંતર મોત નક્કી": ઈરાનની આઈઆરજીસી અને સેનાને ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ચેતવણી

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સેના, આઈઆરજીસી અને પોલીસને તાત્કાલિક હથિયારો હેઠા મૂકવાનું આખરી અલ્ટીમેટમ આપ્યું છે.

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને તણાવની સ્થિતિ આજે સાતમા દિવસમાં પ્રવેશી ચૂકી છે. અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનો આ સીધો સંઘર્ષ શાંત થવાને બદલે સતત ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર આકરા શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે.

તેમણે ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી), ઈરાની સેના અને પોલીસ દળોને સીધું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે તેઓ તાત્કાલિક પોતાના હથિયારો નીચે મૂકી દે. ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપતા ભયજનક ચેતવણી ઉચ્ચારી છે કે "શસ્ત્રો છોડો, નહીંતર મોત નક્કી છે". આ નિવેદન દર્શાવે છે કે અમેરિકા ઈરાન સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી અને આગામી દિવસોમાં સૈન્ય કાર્યવાહી વધુ તીવ્ર બની શકે છે. આ સીધી ચેતવણીથી વૈશ્વિક સ્તરે પણ યુદ્ધ વકરવાની ચિંતામાં વધારો થયો છે.

 

(10:54 AM IST)