News of Friday, 6th March 2026
ટ્રમ્પના નવા વૈશ્વિક આયાત ટેરિફનો વિરોધ: વીસથી વધુ અમેરિકી રાજ્યોએ ન્યૂયોર્કની આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતના દ્વાર ખખડાવ્યા: કહ્યું કે ટ્રમ્પે પોતાની સત્તા અને અધિકારક્ષેત્રથી આગળ વધીને આકરા ટેરિફ લાદ્યા છે

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા નવા વૈશ્વિક ટેરિફનો વિરોધ કરતા વીસ કરતાં વધુ અમેરિકન રાજ્યોએ રાષ્ટ્રપતિ સામે આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં ગંભીર આરોપો સાથે કેસ દાખલ કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ અને નિર્ણયોને દેશમાં જ ફરી એક વખત કાનૂની પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાગુ કરવામાં આવેલા નવા વૈશ્વિક આયાત ટેરિફના વિરોધમાં અમેરિકાના વીસથી વધુ રાજ્યો એકજૂથ થઈને કોર્ટમાં પહોંચ્યા છે.
આ રાજ્યોએ રાષ્ટ્રપતિ સામે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે ટ્રમ્પે પોતાની સત્તા અને અધિકારક્ષેત્રથી આગળ વધીને આકરા ટેરિફ લાદ્યા છે.
વિરોધ કરી રહેલા રાજ્યોની મુખ્ય દલીલ એ છે કે આ નવા ટેરિફના કારણે દેશના સામાન્ય નાગરિકો અને નાના-મોટા વ્યવસાયો પર વધારાનો આર્થિક બોજ પડશે. આ ટેરિફના લીધે મોંઘવારી વધવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અત્યંત મહત્વપૂર્ણ કેસની આગામી સુનાવણી ન્યૂ યોર્ક શહેરમાં આવેલી આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતમાં હાથ ધરવામાં આવશે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
