<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

અબુ ધાબી એરપોર્ટ પર પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા, મધ્ય પૂર્વમાં ભારે તણાવ

ઈરાન-ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના સંઘર્ષને પગલે એરસ્પેસ બંધ થતાં ફ્લાઈટ્સ રદ, હજારો મુસાફરો ફસાયેલા પડ્યા છે

મધ્ય પૂર્વમાં વધતા લશ્કરી તણાવ અને હવાઈ હુમલાઓના ખતરાને પગલે અબુ ધાબી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરી મુસાફરોને સુરક્ષિત વિસ્તારોમાં આશ્રય લેવાની સૂચના અપાઈ હતી.

 

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસેલા લશ્કરી સંઘર્ષની ગંભીર અસર મધ્ય પૂર્વના હવાઈ ટ્રાફિક પર પડી છે. મિસાઈલ અને ડ્રોન હુમલાઓના ખતરાને ધ્યાનમાં રાખીને અબુ ધાબીના ઝાયેદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરોને તાત્કાલિક આશ્રય લેવા (શેલ્ટર) ની સૂચના આપવામાં આવી હતી. એરપોર્ટના કર્મચારીઓ દ્વારા પ્રવાસીઓને એસ્કોર્ટ કરીને અગાઉથી નક્કી કરાયેલા સુરક્ષિત વિસ્તારોમાં ખસેડવામાં આવ્યા હતા. 

 

આતંક અને ભય વચ્ચે, એતિહાદ અને એમિરેટ્સ સહિતની એરલાઈન્સે તેમની તમામ ફ્લાઈટ્સ કામચલાઉ ધોરણે સ્થગિત કરી દીધી હતી. સંકટ સમયે અબુ ધાબી પ્રશાસને ૭,૦૦૦ થી વધુ ફસાયેલા મુસાફરોને ૭૪ અલગ-અલગ હોટલોમાં ૪,૩૦૦ જેટલા રૂમમાં મફત આવાસ અને ભોજન પૂરું પાડ્યું હતું. 

 

હાલમાં, કટોકટી અને આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મંજૂરી બાદ એરપોર્ટ પર મર્યાદિત ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ અતિ સંવેદનશીલ હોવાથી મુસાફરોને એરલાઈનની પુષ્ટિ વિના એરપોર્ટ ન આવવા તાકીદ કરાઈ છે.

 

૧૧ થી ૧૩ માર્ચ વચ્ચે વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરે તેવી શક્યતા

(2:12 PM IST)