<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

આસામમાં વાયુસેનાનું સુખોઈ સુ-૩૦ એમકેઆઈ ફાઈટર જેટ ક્રેશઃ બંને પાયલોટોની શોધખોળ

ગુવાહાટી, તા.૬: ગુરુવારે સાંજે આસામના જોરહાટ એરબેઝ પરથી ઉડાન ભર્યા બાદ રડાર પરથી ગુમ થયેલું વાયુસેનાનું સુખોઈ સુ-૩૦ એમકેઆઈ ફાઈટર જેટ કાર્બી આંગલોંગ જિલ્લાના પહાડી અને જંગલ વિસ્‍તારમાં ક્રેશ થયું છે. આ લડાકૂ વિમાન નિયમિત તાલીમ ઉડાન પર હતું અને સાંજે ૭:૪૨ કલાકે તેનો ગ્રાઉન્‍ડ કંટ્રોલ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જોરહાટથી લગભગ ૬૦ કિલોમીટર દૂર વિમાન દુર્ઘટનાગ્રસ્‍ત થતા જોરદાર ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી.

આ અકસ્‍માત બાદ તરત જ વાયુસેના દ્વારા મોટા પાયે સર્ચ અને રેસ્‍કયુ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું છે. વાયુસેનાના સત્તાવાર નિવેદન મુજબ, વિમાનમાં બે પાઇલટ સવાર હતા, જેમની સ્‍થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાણકારી મળી શકી નથી. દુર્ગમ વિસ્‍તાર હોવાને કારણે બચાવ કામગીરીમાં સ્‍થાનિક પ્રશાસનની પણ મદદ લેવામાં આવી રહી છે. આ અકસ્‍માતના કારણો જાણવા માટે ઉચ્‍ચ સ્‍તરીય તપાસના આદેશ આપી દેવામાં આવ્‍યા છે

(2:31 PM IST)