News of Friday, 6th March 2026
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ મુંબઈની મુલાકાતેઃ ઉદ્યોગપતિઓ અને મુખ્યમંત્રી સાથે બેઠક

મુંબઈ, તા.૬: ભારતની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે આવેલા ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે રોજ મુંબઈ પહોંચ્યા છે. નવી દિલ્હીમાં ૧૧માં રાયસીના ડાયલોગમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપ્યા બાદ અને વડાપ્રધાન મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ પૂર્ણ કર્યા બાદ તેઓ મહારાષ્ટ્રની મુલાકાતે છે. મુંબઈમાં તેઓ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે ખાસ મુલાકાત કરશે.
આ પ્રવાસનો મુખ્ય હેતુ ભારત અને ફિનલેન્ડ વચ્ચે વ્યાપારી, આર્થિક અને શૈક્ષણિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. રાષ્ટ્રપતિ સ્ટબ મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ એક વિશેષ બિઝનેસ ઇવેન્ટમાં ચર્ચા કરશે, જેમાં ટેકનોલોજી અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ વધારવા પર ભાર મુકાશે.
આ ઉપરાંત તેઓ મુંબઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ સંવાદ સાધશે. તેમની સાથે મંત્રીઓ અને બિઝનેસ લીડર્સનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ જોડાયેલું છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને ડીપ ટેક ક્ષેત્રે ભારત અને ફિનલેન્ડ વચ્ચે વધી રહેલી ભાગીદારી જોતા તેમની આ મુલાકાત મુંબઈ માટે પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
