News of Friday, 6th March 2026
અર્જુન તેંડુલકરના લગ્નની આ તસવીરે જીત્યા કરોડો ફેન્સના દિલ: ગંભીર રહેતા અર્જુનની પત્ની સાનિયા સાથેની રોમેન્ટિક ‘સિંદૂર પળ’ વાયરલ
ટ્રોલર્સને મળ્યો જવાબ: લગ્નવિધિમાં મનીષ મલ્હોત્રાના શાહી લાલ પોશાકમાં સજ્જ નવદંપતીની કેમિસ્ટ્રી જોઈ સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ફિદા

મુંબઈ: તા.૦૬ ક્રિકેટ જગતના દિગ્ગજ સચિન તેંડુલકરના પુત્ર અને યુવા ક્રિકેટર અર્જુન તેંડુલકરે ૫ માર્ચના રોજ મુંબઈમાં એક અત્યંત ભવ્ય સમારંભમાં સાનિયા ચાંડોક સાથે લગ્નગ્રંથિથી જોડાયા છે. આ લગ્નના ફોટા અને વિડીયો અત્યારે ઇન્ટરનેટ પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યા છે, પરંતુ તેમાંથી એક ખાસ તસવીરે ચાહકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું છે, જેમાં અર્જુન તેંડુલકરના ચહેરા પર એક નિખાલસ અને મનમોહક સ્મિત જોવા મળી રહ્યું છે.
વાસ્તવમાં, લગ્નની શરૂઆતની કેટલીક તસવીરોમાં અર્જુન ખૂબ જ ગંભીર અને અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયા પર નેટીઝન્સે મજાક પણ શરૂ કરી હતી કે "અર્જુન હસવાનું ભૂલી ગયો છે કે શું?". જોકે, હવે વાયરલ થયેલી એક નવી તસવીરે આ બધી અટકળો પર વિરામ મૂકી દીધો છે. આ તસવીરમાં અર્જુન હિન્દુ ધર્મની સૌથી પવિત્ર ગણાતી 'સિંદૂર વિધિ' દરમિયાન સાનિયાના કપાળ પર સિંદૂર લગાવતા સમયે ખડખડાટ હસતો જોવા મળે છે. આ એક ક્ષણે સાબિત કરી દીધું કે તે પોતાની નવી સફરને લઈને કેટલો ખુશ અને ઉત્સાહિત છે.
લગ્નના આ ખાસ પ્રસંગે અર્જુન અને સાનિયાએ જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના આઉટફિટ્સ પસંદ કર્યા હતા. અર્જુન ઘેરા લાલ રંગની શેરવાનીમાં કોઈ રાજકુમાર જેવો શાહી ઠાઠ ધરાવતો હતો, જેમાં સોનાની જરીનું ઝીણવટભર્યું કામ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ સાનિયા ચાંડોકે પણ લાલ રંગની અત્યંત સુંદર સાડી પહેરી હતી, જેમાં સિક્વિન વર્ક તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. આ જોડીને સોશિયલ મીડિયા પર 'મેડ ફોર ઈચ અધર' (એકબીજા માટે બનેલા) કહીને આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
