News of Friday, 6th March 2026
બેન્ક ઓફ ઈન્ડિયાના ૪૭.૮૮ કરોડના કૌભાંડમાં અનિલ ન્યુટ્રિઅન્ટ્સ અને ડિરેક્ટર સામે ઈડીની કાર્યવાહી
બેંક કૌભાંડમાં ખોટા દસ્તાવેજો અને નાણાંની હેરાફેરી મારફતે બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની અમદાવાદ ઝોનલ ઓફિસે મની લોન્ડરિંગ કેસમાં અનિલ ન્યુટ્રિઅન્ટ્સ લિમિટેડ અને અન્ય છ સામે પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે.
ઈડીની અમદાવાદ કચેરી દ્વારા બેંક ઓફ ઈન્ડિયા સાથે ૪૭.૮૮ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ અનિલ ન્યુટ્રિઅન્ટ્સ લિમિટેડ, તેના ડિરેક્ટર અમોલ શ્રીપાલ શેઠ અને અન્ય છ વ્યક્તિઓ તથા સંસ્થાઓ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બેંક કૌભાંડમાં ખોટા દસ્તાવેજો અને નાણાંની હેરાફેરી મારફતે બેંકને કરોડો રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. કાયદાકીય રાહે આ કેસમાં હવે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. *
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
