News of Friday, 6th March 2026
મહારાષ્ટ્ર બજેટમાં મોટી જાહેરાત: ખેડૂતોને ૨ લાખ સુધીની દેવામાફી, નિયમિત હપ્તા ભરનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ
સરકારે વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં ૪૦,૫૫૨ કરોડ રૂપિયાની મહેસૂલી ખાધ અને ૧,૫૦,૪૯૧ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધ દર્શાવી

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતો માટે મોટી રાહત આપતા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના ડિફોલ્ટરો માટે દેવામાફી અને પ્રમાણિક ખેડૂતો માટે પ્રોત્સાહન રકમ જાહેર કરી છે.
મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં ૪૦,૫૫૨ કરોડ રૂપિયાની મહેસૂલી ખાધ અને ૧,૫૦,૪૯૧ કરોડ રૂપિયાની રાજકોષીય ખાધ દર્શાવી છે. આ આર્થિક પડકારો વચ્ચે પણ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કૃષિ ક્ષેત્રે ઐતિહાસિક જાહેરાત કરી છે.
તેમણે જણાવ્યું કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીમાં જે ખેડૂતો પાક ધિરાણ ચૂકવી શક્યા નથી, તેમના ૨ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે. સાથોસાથ, જે ખેડૂતોએ સમયસર અને નિયમિતપણે લોનની ચૂકવણી કરી છે તેમને પ્રોત્સાહન રૂપે ૫૦,૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
