<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

પેટ્રોકેમિકલ ઉત્પાદન માટે પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ ન કરવા કેન્દ્ર સરકારનો ઓઇલ રિફાઇનરીઓને આદેશ

પ્રોપેન અને બ્યુટેન એ ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં વપરાતા મુખ્ય ઘટકો છે

ઘરેલુ ગેસ પુરવઠાને પ્રાથમિકતા આપવા માટે સરકારે ઓઇલ રિફાઇનિંગ કંપનીઓને પેટ્રોકેમિકલ્સ બનાવવામાં પ્રોપેન અને બ્યુટેન વાપરવાની મનાઈ ફરમાવી છે.
કેન્દ્ર સરકારે દેશની તમામ સરકારી અને ખાનગી ઓઇલ રિફાઇનિંગ કંપનીઓને કડક સૂચના આપી છે કે તેઓ ઔદ્યોગિક અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોની પ્રક્રિયા માટે પ્રોપેન અને બ્યુટેન વાયુઓનો ઉપયોગ ન કરે. પ્રોપેન અને બ્યુટેન એ ઘરેલુ એલપીજી સિલિન્ડરમાં વપરાતા મુખ્ય ઘટકો છે. આમ, સામાન્ય નાગરિકો માટે રાંધણ ગેસના પુરવઠાને અકબંધ રાખવા અને અછત ન સર્જાય તે હેતુથી સરકારે રિફાઇનરીઓને આ મહત્વપૂર્ણ આદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે.

(7:43 PM IST)