<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th March 2026

ઉર્જા સુરક્ષાનું જોખમ: ભારત પાસે માત્ર ૪૦ થી ૪૫ દિવસ ચાલે તેટલો જ ક્રૂડ ઓઈલનો ભંડાર હોવાની એડીબીની ચેતવણી

તેલના સપ્લાયમાં કોઈ ભૌગોલિક-રાજકીય વિક્ષેપ આવે, તો ભારતને ભારે આર્થિક અને પુરવઠાની કટોકટીનો સામનો કરવો પડી શકે

એશિયન ડેવલપમેન્ટ બેંકના જણાવ્યા મુજબ ભારત પાસે આશરે ૧૦૦ મિલિયન બેરલ ક્રૂડ રિઝર્વ છે, જે હોર્મુઝની ખાડીમાં સંકટ આવે તો જોખમી સાબિત થઈ શકે છે.
ભારતની ઉર્જા સુરક્ષા અંગે એશિયન ડેવલપમેન્ટ બેંક (એડીબી) એ એક રિપોર્ટમાં ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના સૌથી મોટા તેલ આયાતકાર દેશો પૈકીના એક ભારત પાસે હાલમાં આશરે ૧૦૦ મિલિયન બેરલ જ ક્રૂડ ઓઈલનો સ્ટ્રેટેજિક ભંડાર છે. દેશની રોજેરોજની વિશાળ જરૂરિયાત જોતાં આ ભંડાર માત્ર ૪૦ થી ૪૫ દિવસ જ ચાલી શકે તેમ છે. જો મધ્ય પૂર્વમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની ખાડી) મારફતે થતા તેલના સપ્લાયમાં કોઈ ભૌગોલિક-રાજકીય વિક્ષેપ આવે, તો ભારતને ભારે આર્થિક અને પુરવઠાની કટોકટીનો સામનો કરવો પડી શકે છે.

 

(7:43 PM IST)