News of Friday, 6th March 2026
ટ્રમ્પ ન્યૂયોર્કના મેયર નિમી શકતા નથી અને ઈરાનના નેતાઓ નક્કી કરવા માંગે છે: ઈરાનના નાયબ વિદેશ મંત્રીનો દિલ્હીથી કટાક્ષ
નવી દિલ્હીની મુલાકાતે આવેલા ઈરાનના નાયબ વિદેશ મંત્રી ખતીબઝાદેહે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢી

દિલ્હીની મુલાકાતે આવેલા ઈરાનના નાયબ વિદેશ મંત્રી ખતીબઝાદેહે ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા. ટ્રમ્પે ઈરાની સેના આઈઆરજીસીને હથિયાર મૂકવા ચેતવણી આપી હતી.
નવી દિલ્હીની મુલાકાતે આવેલા ઈરાનના નાયબ વિદેશ મંત્રી ખતીબઝાદેહે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ઝાટકણી કાઢી છે. નોંધનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) ના જવાનોને 'સંપૂર્ણ માફી' ના બદલામાં હથિયારો હેઠા મૂકી દેવા અથવા 'નિશ્ચિત મોત' નો સામનો કરવા ખુલ્લી ધમકી આપી હતી. આના જવાબમાં ખતીબઝાદેહે દિલ્હીમાં પત્રકારો સમક્ષ કટાક્ષ કર્યો હતો કે જે અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના જ દેશમાં ન્યૂયોર્કના મેયરની પણ પોતાની મરજીથી નિમણૂક કરી શકતા નથી, તે વ્યક્તિ ઈરાનના નેતાઓ અને સિસ્ટમ કોણ ચલાવશે તે નક્કી કરવાના સપના જોઈ રહ્યા છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
