<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

અખાતી યુદ્ધની અસરઃ કંડલા પોર્ટ પર ૧૫૦૦૦ નિકાસ માટેના કંટેનર ફસાયા

પશ્ચિમ એશિયામાં નિકાસ માટેના ચોખા સહિતનો જથ્‍થો અટવાઈ ગયો : એલપીજી, સલ્‍ફર અને જિપ્‍સમ સહિતની આયાતોને ભારે અસર

નવી દિલ્‍હી તા.૭: ઇઝરાયેલ -અમેરિકા દ્વારા ઈરાન ઉપર કરાવેલા આક્રમણ અને ઇરાન દ્વારા ઈઝરાયેલ સહિત અખાતી દેશો ઉપર કરાયેલા વળતા પહારના પગલે ભારતની આયાત નિકાસને ભારે અસર પડી છે. દેશના આગવી પોર્ટ તરીકે ગણાતા કંડલા પોર્ટ ઉપર જ નિકાસ માટેના ૧૫૦૦૦ કંટેનરો હાલમાં અટવાઈ જવા પામ્‍યા છે.શિપિગ કંપનીઓ દ્વારા અખાતી યુષ્‍યની સ્‍થિતિના કારણે વહાણોની અવરજવર પર નિયમન મુકી દેવામાં આવતા હાલમાં પરિસ્‍થિતિ વિકટ બની છે. બીજી તરફ શિપિગ કંપનીઓ દ્વારા ઈન્‍સ્‍યોરન્‍સની રકમ પણ વધારી દેવામાં આવી છે. આસ્‍થિતિમાં માત્ર ગુજરાતમાંથી જ નહિ પણ ઉત્તર ભારતમાંથી કંડલા પોર્ટ દ્વારા થતી નિકાસ ને ભારે અસર પડી રહી હોવાનું કોર્પોરેટ સૂત્રોએ જણાવ્‍યું છે.

કંડલા પોર્ટ ઉપર જ અંદાજે ૦,૦૧૫ મિલિયન TELUX એટલે કે અંદાજે ૧૫૦૦૦ વીસ ફૂટ સમકળ કંટેનરો હાલમાં નિકાસ થયા વિના પડી રહ્યા છે. કેઆઇસીટીપીએલ ઉપર એક્‍સપોર્ટ ગેટ ખાતે કામચલાઉ રીતે કેટેનર વેસલ્‍સ ઉપર નિયમન આવી ગયા છે. નિકાસના કંટેનરો, ચોખાના શિપમેન્‍ટ, એલપીજી આવાત અને બલ્‍ક કાર્ગો જેવા કે સલ્‍ફર અને જીપ્‍સમની હેરફેર લગભગ અટકી જવા પામી છે. ભારતના બે મુખ્‍ય બંદર દીનદયાલ પોર્ટ (કંડલા પોર્ટ) અને મહારાષ્ટ્રના જવાહર લાલ નહેર પોર્ટ ઉપર અખાતી યુધ્‍ધની ભારે અસર પડી છે. આ બંને મહત્‍વના પોર્ટ ખાતે આયાત નિકાસ લગભગ થંભી જવા પામી હોવાનું મનાય છે. પોર્ટના ટર્મિનલો ખાતે જ હજારો કંટેનરો અટવાઈ જવા પામ્‍યા છે. મધ્‍ય-પૂર્વના દેશોમાં જ નિકાસ માટેના કંટેનરો વહાણોમાં મુકી શકાતા નથી. શિપિંગ કંપનીઓ દ્વારા અખાતી વિસ્‍તારોમાં જવા માટે કોઈ જ જોખમ લેવામાં આવતું નથી. જેના પગલે આ સ્‍થિતિ સર્જાઇ છે. દીન દયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા કંપનીઓ માટેની નોટિસમાં જણાવાયું છેકે, હાલની સ્‍થિતિમાં મેરીટાઈમ ઓપરેશનને અસર થઈ રહી છે. વેસલ્‍સ અને કાર્ગોની હેરફેરને અસર થઇ રહી છે. જહાજ રવાનગીમાં મોકૂફી, ઓપરેશનમાં વિલંભ અને ગેટ એક્‍ટિવિટીમાં સસ્‍પેન્‍સનના પગલે લોજિસ્‍ટિક સેવાઓને પણ અસર પડી રહી છે.

અખાતી દેશોમાંથી બલ્‍ક કાર્ગો શિપમેન્‍ટને પણ અસર પડી છે. આ દેશોમાંથી ખાસ કરીને ઔદ્યોગિક કાવ્‍યો માળ, ૩ લાખ ટન સક્કર, જિપ્‍સમ અને આયર્ન ઓરની વર્તમાન માર્ચ માસમાં આવાતની ગણતરી હતી તેમાં હવે વિલંબ થશે. ભારત માટે વેપારનો મહત્‍વનો રૂટ અખાની શિપિગ કોરિડોર ગણાય છે. જે રૂટ દ્વારા ભારત માટે ઓઇલ, એલએનજીનો જીલ્‍લો અને અને બ બલ્‍ક કાર્ગો આવના હોય છે. બીજી તરફ આ રૂટ દ્વારા ભારતમાંથી અનાજ, કેમિકલ અને એન્‍જિનિયરિગ માલસામાન પણ નિકાસ ચનો હોય છે.

ભારતમાંથી તાજા ફળો અને શાકભાજીની મિડલ ઇસ્‍ટ અને યુરોપમાં નિકાસ કરતા નિકાસકારો માટે રમઝાન અને ઇસ્‍ટરના દિવસો મહત્‍વના ગણાય છે કારણ કે આ દિવસોમાં નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. વધુમાં યુરોપમાં જાન્‍યુઆરીથી એપ્રિલ દરમિયાન ફળો અને શાકભાજીનું ઉત્‍પાદન ઘટી જાય છે એટલે આ સમયગાળામાં નિકાસ વધે છે. જોકે આ વખતે યુએસ-ઇઝરાયેલ અને ઇરાન વચ્‍ચેના યુદ્ધના પગલે આ નિકાસ સામે મોટું જોખમ ઊભું થયું છે. વધુમાં યુદ્ધ શનિવારે શરૂ થયું તે પહેલા નિકાસ માટેનો માલ રવાના કરી દેનારા નિકાસકારોના જહાજ દરિયામાં અટવાતા તેઓને મોટું નુકસાન જવાની ભીતિ છે. આવા સંજોગોમાં આ નિકાસકારો જો તક મળે તો તેમના કન્‍ટેઇનરનો માલ ઓછા ભાવે પણ ગમે ત્‍યાં વેચી દેવા તૈયાર થયા છે. વધુમાં જે નિકાસકારોના ડુંગળી જેવા ઉત્‍પાદનોના કન્‍ટેઇનર જહાજે પહોંચી ગયા છે તેઓ પણ હવે આ માલ રવાના કરી શકે એવી સ્‍થિત્તિમાં નથી કારણ કે ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. વધુમાં અગાઉ આવી નિકાસ માટે ૨૦થી ૨૫ દિવસનો સમય વાગતો તે હવે વધીને ૪૫ દિવસ જેટલો થઈ ગયો છે જેના કારણે માલ બગડી જાય એવી ભીતિ ઊભી થઈ હોવાથી નિકાસકારો મુંઝવણમાં મુકાયા છે. એરલાઇન્‍સ દ્વારા આવી નિકાસ માટે ૪૦ ટકાનું પ્રીમિયમ લેવામાં આવી રહ્યું છે. ૨૦ ફુટના કન્‍ટેનરનો નિકાસ માટેનો ભાવ ૨,૦૦૦ ડોલર હતો તે ૪૮ કલાકમાં જ વધીને ૨,૬૦૦ ડોલર થઈ ગયો છે.

 એલપીજીનો જથ્‍થો અટવાઇ જતાં ઔદ્યોગિક એકમોને અસર પડશે

કંડલા ખાતે ૫ એલપીજી કેરિયર દ્વારા જથ્‍થો આવનાર હતો તે પણ હાલમાં અટકી ગયો છે. જેના પગલે પヘમિ ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં એલપીજીની ઉપલબ્‍ધતાને અસર પડી છે. જેથી ઔધોગિક ઉત્‍પાદનને અસર થઇ રહી છે. આગામી સમયમાં પરિસ્‍થિતિ વધુ વિકટ બને તેમ મનાય છે. મુંદ્રા પોર્ટ ખાતેથી પણ અખાતી દેશો સાથેની આયાત-નિકાસ ઉપર અસર પડી હોવાનું કોર્પોરેટ સૂત્રોએ જણાવ્‍યું હતું.

દ્રાક્ષ સહિતની ખાદ્ય ચીજોની નિકાસને અસર

મહારાષ્ટ્રના અગ્રણી પોર્ટ જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે પણ મધ્‍ય-પૂર્વના દેશો ખાતે જનારા ૫૦૦૦ કંટેનરો હાલમાં અટવાઇ ગયા છે. પોર્ટ સત્તાવાળાઓ દ્વારા ખાદ્ય પદાર્થ સહિતની ચીજો ઝડપથી બગડી ન જાય તે માટે ૧૦૦૦ રેફ્રિજરેટેડ કંટેનરને સતત વીજળી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. ખાસ કરીને દ્રાક્ષ સહિત ખાધ ચીજોની નિકાસને અસર પડી રહી છે.

 

ચોખાની નિકાસ ઉપર બ્રેક મારતા નિકાસકારો

અનિヘતિતાની ઘડીમાં હવે નિકાસકારોએ પણ તેમના નિકાસ ઓર્ડર ઉપર બ્રેક મારી છે. ચોખાની નિકાસ કરતી એક અગ્રણી કંપનીએ ૩૦,૦૦૦ન્‍ટન ચોખાની નિકાસ અટકાવી છે ક્રુડ ઓઈલની આયાતને પણ અસર થઇ છે. ૨.૮૫ લાખ ટન ક્રુડ ઓઇલ લાવી રહેલા એક અગ્રણી ટેન્‍કરને પણ હાલમાં દરિયાઇ હેરફેરની સ્‍થિતિથી અસર થઇ છે.

(1:24 PM IST)