<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th March 2026

ઇઝરાયેલના પાટનગર તેલ અવીવમાં ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટી પર ઈરાનનો મિસાઈલ હુમલો: ભારે તારાજી: પાર્ક કરેલી અનેક કાર કાટમાળ અને ધૂળથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે: વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક અત્યંત મોટા સમાચાર સામે આવ્યા છે. ઈરાન દ્વારા છોડવામાં આવેલી એક મિસાઈલ તેલ અવીવની એક ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટી (ઔદ્યોગિક સુવિધા) પર સીધી જ ખાબકી છે.

 

ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલી તસવીરો અને લેટેસ્ટ અહેવાલો મુજબ, આ મિસાઈલ હુમલાના કારણે વિસ્તારમાં ભારે નુકસાન સર્જાયું છે. ઘટનાસ્થળની તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રસ્તા પર પાર્ક કરેલી અનેક કાર કાટમાળ અને ધૂળથી સંપૂર્ણપણે ઢંકાઈ ગઈ છે. વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો છે અને આસપાસના વિસ્તારમાં ઈમારતોનો કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યો છે.

 

હુમલા બાદ સ્થાનિક લોકો અને સુરક્ષાકર્મીઓ નુકસાનીવાળા વિસ્તારમાં એકઠા થયેલા જોવા મળે છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, ઈરાને તેલ અવીવ સહિતના શહેરોને નિશાન બનાવીને મિસાઈલ હુમલાઓ કર્યા છે, જેમાં આ ઔદ્યોગિક એકમને સીધું જ નુકસાન પહોંચ્યું છે.

 

આ ઘટનામાં થયેલી જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સત્તાવાર આંકડાઓ જાહેર કરવામાં આવ્યા નથી. પરંતુ સ્થળ પરના દ્રશ્યો અને વાહનોને થયેલું નુકસાન જોતા હુમલાની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

(9:00 PM IST)