<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

તેહરાનમાં તબાહીઃ આગના ભડકાઃ ઓઈલનો વરસાદઃ ધુમાડામાં સૂર્ય ઢંકાયો

ઈરાને ક્‍યારેય અત્‍યાચાર સહન કર્યો નથી, જેટલું તીવ્ર દબાણ હશે, તેટલો જ આકરો જવાબ મળશેઃ રાષ્ટ્રપતિ પેઝેશ્‍કિયન

દુબઈ,તા.૯: ઈરાનના પાટનગર તેહરાન માટે રવિવારની સવાર તબાહી લઈને આવી હતી. ઈઝરાયેલે તેહરાનના બે ઓઈલ ડેપો પર ભીષણ હુમલા કરતાં ગગનચુંબઈ આગના ભડકા થયા હતા. ઓઈલની પાઈપલાઈનમાં સંખ્‍યાબંધ વિસ્‍ફોટોના કારણે ૧૦ લાખથી વધુ વસતી ધરાવતા આ શહેરમાં ઠેર-ઠેર ઓઈલના ફુવારા ઊડ્‍યા હતા અને કાળાડિબાંગ ધુમાડાથી આકાશ છવાઈ જતાં સૂર્ય પણ ઢંકાઈ ગયો હતો. યુદ્ધના ૯મા દિવસે અત્‍યાર સુધીના સૌથી વધુ ભીષણ હુમલામાં તેહરાનને પારાવાર નુકસાન પહોંચ્‍યું છે, પરંતુ આ કપરા સમયે નમતું જોખવાના બદલે ઈરાને દુશ્‍મોના દાંત ખાટા કરી દેવાની ચીમકી આપી છે. ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્‍કિયને કહ્યું હતું કે, ઈરાને ક્‍યારેય અત્‍યાચાર સહન કર્યો નથી અને કરશે નહીં. જેટલું તીવ્ર દબાણ હશે, તેવો જ આકરો જવાબ આપવામાં આવશે.

ઈઝરાયેલે તેહરાનની ઉત્તરપૂર્વમાં આવેલા અઘાડેસિએહ ઓઈલ ડેપો અને તેહરાનની પヘમિે આવેલા શાહરાન ઓઈલ ડેપો પર હુમલા કર્યા હતા. ઈરાનની ઓઈલ સ્‍ટોરેજ કેપેસિટી પર હુમલા કર્યા હોવાનું ઈઝરાયેલે સ્‍વીકાર્યુ હતું અને ત્‍યારબાદ સોશિયલ મીડિયા પર તેહરાનમાં ધુમાડાથી ભરેલા આકાશ અને ગગનચુંબઈ જ્‍વાળાઓના વીડિયો ફરતા થયા હતા. તેહરાનમાં ઈંધણ વિતરણ વ્‍યવસ્‍થાને હાનિ પહોંચી હોવાનું ગવર્નર મોહમ્‍મદ સાદેગ મોતામદિને સ્‍વીકાર્યું હતું. ઈઝરાયેલના હુમલા બાદ ૧૨ કલાક સુધી આગના ભડકા જોવા મળ્‍યા હતા.   

વહેલી સવારે ઈઝરાયેલના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્‍કિયને ખાડી દેશોમાં અમેરિકન મથકો પર હુમલા તીવ્ર કરવાની ધમકી આપી હતી. બાદમાં ઈરાને વળતા જવાબમાં સાઉદી અરેબિયા, યુનાઈટેડ આરબ અમિરાત, કતાર, કુવૈતમાં મિસાઈલ હુમલા વધારી દીધા હતા. પેઝેશ્‍કિયને કહ્યું હતું કે, અમેરિકાએ ખાડી દેશોને એકબીજાની સામે લાવી દીધાં છે. ઈરાનની સંસદના સ્‍પીકર મોહમ્‍મદ બઘીર કલિબફે કહ્યું હતું કે, યુદ્ધના કારણે ઓઈલનું પ્રોડક્‍શન અને વેચાણ વધારે અઘરા બની શકે છે. ઈરાને પીવાના પાણીના પ્‍લાન્‍ટ પર હુમલા કર્યા હોવાનો દાવો બહેરિને કર્યો હતો.

ખાડી દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્‍ચે એર ઈન્‍ડિયાએ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે નવા વિકલ્‍પ તૈયાર કર્યા છે. જેમાં ૧૦થી ૧૮ માર્ચ દરમિયાન ૯ રૂટ પર ૭૮ ફલાઈટ ઓપરેટ કરવાનું આયોજન છે. ૯ રૂટમાં બંને તરફની મુસાફરીમાં ૧૭,૬૬૦ બેઠક વધશે. આ રૂટમાં ન્‍યૂ યોર્ક લંડન, ફ્રેન્‍કફર્ટ, એમ્‍સ્‍ટરડેમ, ઝ્‍યુરીક, પેરિસ, કોલંબો અને માલેનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં માલદીવ્‍સ અને શ્રીલંકાની મદદથી યુરોપના દેશો પણ ફલાઈટ શરૂ કરવાનું આયોજન છે.

૯ દિવસના યુદ્ધમાં ઈરાનમાં ૧૩૩૦, લેબનોનમાં ૩૦૦ મોત, ૬ અમેરિકી સૈનિકો અને ૧૨ ઈઝરાયેલવાસીઓ મર્યાં

હોર્મુઝની ખાડીમાંથી જળપ્રવાહ બંધ કરી ૩૦ ગામને તરસ્‍યા રાખવા બદલ બહેરિને અમેરિકા સામે નારાજગી વ્‍યક્‍ત કરી . ઈરાનમાં શાળા, મકાન, દવાખાના સહિત ૧૦,૦૦૦થી વધુ ઈમારતોને નુકશાન, ઈઝરાયેલના આર્થિક પાટનગર તેલ અવીવમાં રવવારે ૧૦થી વધુ ધડાકા સંભળાયા.

ખામેનેઈના ઉત્તરાધિકારી તરીકે તેમના દીકરા મોઈતાબા ખામેનેઈની વરણી થઈ શકે.

ઈરાને યુએઈમાં ૧૬ મિસાઈલ ૧૧૭ ડ્રોન હુમલા કર્યા ઈરાનના રાજનેતાઓ અને અગ્રણીઓ સહિત ૧૦૦ લોકોને રશિયન પ્‍લેનમાં તેહરાનની બહાર લઈ જવાયા.

(10:01 AM IST)