News of Monday, 9th March 2026
મુરાદાબાદમાં ભાઈએ બહેનને ૮૪ ચાકૂના ઘા મારી પતાવી દીધી
બહેન કહેતી, ‘ભાઈ, કરિયર પર ધ્યાન આપ, આ બધું છોડ.' પણ ભાઈને લાગતું કે તેની બહેન તેની ‘પર્સનલ લાઈફ' કંટ્રોલ કરે છે : આરોપી હાર્દિકે પોતાની માતાને પણ ચાકૂના ૬ ઘા માર્યાઃ પોલીસે હત્યારાને પકડીને જેલમાં મોકલી દીધો છે

મુરાદાબાદ,તા.૯: ભાઈ-બહેનનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર સંબંધ કહેવાય છે, પરંતુ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની બુદ્ધિ વિહાર કોલોનીમાં જે બન્યું, એ સાંભળીને તમારા હોશ ઊડી જશે. શનિવારે સાંજે જ્યારે પોસ્ટમોર્ટમ હાઉસમાંથી ડોક્ટરો બહાર આવ્યા, ત્યારે તેમના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો. ૨૫ વર્ષની હિમશિખા, જે ગુરુગ્રામની એક જાણીતી IT કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર હતી, તેના આખા શરીર પર ઘાના નીશાન હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું કે તેના સગા ભાઈ હાર્દિકે તેના પર ચાકૂથી માત્ર ૧ કે ૨ નહીં, પણ આખા ૮૪ વાર કર્યા હતા. આ માત્ર હત્યા નહોતી, પણ એક 'સાયકો કિલર'ની એવી ક્રૂરતા હતી કે મેડિકલ સાયન્સના જાણકારો પણ ચોંકી ગયા.
મઝોલા પોલીસ સ્ટેશનની ટીમે બે ડોક્ટરોના પેનલથી હિમશિખાનું પોસ્ટમોર્ટમ કરાવ્યું. લગભગ ૨ કલાક ચાલેલી આ પ્રક્રિયાની સંપૂર્ણ વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરાવવામાં આવી. રિપોર્ટ અનુસાર, શનિવારે સાંજે જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી, ત્યારે પોલીસ વિભાગમાં સન્નાટો છવાઈ ગયો. ખરેખર, હત્યારા ભાઈ હાર્દિકે બર્બરતાની તમામ હદો પાર કરી દીધી હતી. હિમશિખાના ગળા, પગ, હાથ, પેટ, છાતી, ખભા, ચહેરા અને માથા પર સતત ઘા મારવામાં આવ્યા હતા.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, ચાકૂના હુમલાથી હિમશિખાનું લિવર, કિડની અને હૃદય સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. તેના ફેફસા ફાટી ગયા હતા અને હાડપિજર તૂટી ગયા હતા. ગળા પર પણ ૪ ઊંડા ઘા હતા. ડોક્ટરોના કહેવા મુજબ, આ હુમલો એટલો હિસક હતો કે શરીરનું કોઈ પણ અંગ સુરક્ષિત નહોતું. એટલી ક્રૂરતાની પાછળ છુપાયેલી નફરતે બધાને વિચારવા મજબૂર કરી દીધા કે શું કોઈ ભાઈ એટલો નિર્દય બની શકે?
શુક્રવારે બપોરે મુરાદાબાદના બુદ્ધિ વિહાર સેક્ટર-૨માં જે બન્યું, એ કોઈ હોરર ફિલ્મથી ઓછું નહોતું. નીલિમા, જે ખાનગી ઈન્સ્યોરન્સ કંપનીમાં બ્રાંચ આસિસ્ટન્ટ મેનેજર છે, ઓફિસમાં કામ કરી રહી હતી. તેમનો દીકરો હાર્દિક ત્યાં પહોંચ્યો. તેના ચહેરા પર કોઈ ચિતાનો ભાવ નહોતો. તેણે ખૂબ સામાન્ય રીતે કહ્યું, 'મમ્મી, ઘર ચાલો, તમને એક સરપ્રાઈઝ આપવું છે.
નીલિમાને લાગ્યું કે કદાચ બાળકોએ ઘરમાં કંઈક ખાસ પ્લાન કર્યું હશે. તે દીકરાની સાથે કારમાં બેસીને ઘેર પહોંચી. જેમજેમ તેણે ઘરના દરવાજા ખોલ્યા, તેમ તેમ તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. સામે જ ફલોર પર તેમની દીકરી હિમશિખાની લોહીથી લથપથ લાશ પડી હતી. આખા રૂમમાં લોહીની નદી વહેતી હતી. નીલિમા ચીસ પાડે એ પહેલા જ હાર્દિકે તેમના પર પણ ચાકૂથી હુમલો કર્યો. નીલિમાના ખભા, છાતી અને આંગળીઓ પર ચાકૂના ૬ ઊંડા ઘા માર્યા, પણ તે કોઈ રીતે પોતાનો જીવ બચાવીને ભાગી ગઈ.
આ જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યા પછી હાર્દિક પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. SP સિટી કુમાર રણ વિજય સિહે જણાવ્યું કે શનિવારે બપોરે પોલીસે તેને 'નવા મુરાદાબાદ' વિસ્તારમાંથી પકડી લીધો. જ્યારે પોલીસે તેની પૂછપરછ શરૂ કરી, ત્યારે તેની વાતો સાંભળી અધિકારીઓ પણ ચોંકી ગયા. હકીકતમાં, પોલીસની પકડમાં આવ્યા પછી જ્યારે કાતિલ ઈજનેર હાર્દિકે સત્ય ખુલાસો કર્યો, ત્યારે બધાને આヘર્ય થયું.
પોલીસ પૂછપરછમાં હાર્દિકે કહ્યું કે તે એક એવી છોકરીના પ્રેમમાં પાગલ હતો, જેને તેણે આજ સુધી હકીકતમાં ક્યારેય જોઈ પણ નહોતી. પુણેની રહેવાસી એક મુસ્લિમ યુવતી સાથે તેનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો. છેલ્લા ૧.૫ વર્ષથી બંને વચ્ચે ઓનલાઈન વાતચીત ચાલી રહી હતી. ઇન્સ્ટાગ્રામમાં જ જાણો હાર્દિકે પોતાની આખી દુનિયા બાંધી દીધી હોય એવી રીતે રહેવા લાગ્યો. તેણે પોલીસને કહ્યું કે તે એ છોકરી સાથે લગ્ન કરવા માગતો હતો, પણ તેને લાગતું હતું કે તેની પ્રેમિકાના ઘરના લોકો તેને ત્રાસ આપે છે. આવી કલ્પિત દુનિયા અને ડિપ્રેશનના કારણે તે એવા વળાંકે આવી ગયો જ્યાં તેને પોતાનો જ પરિવાર દુશ્મન લાગવા લાગ્યો.
હાર્દિક અને હિમશિખા ટ્વીન્સ હતા. બંનેએ સાથે ઈજનેરિગ કરી હતી. હિમશિખા માત્ર નોકરી કરતી નહોતી, પણ પોતાનું ભવિષ્ય સુધારવા માટે MBA પણ કરી રહી હતી. બીજી તરફ, હાર્દિક એ ઓનલાઈન પ્રેમના ચક્કરમાં પોતાની નોકરી છોડી દીધી હતી અને યુટ્યૂબ પર કન્ટેન્ટ બનાવવાના નામે આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. હિમશિખા તેને વારંવાર સમજાવતી હતી.
તે કહેતી, 'ભાઈ, કરિયર પર ધ્યાન આપ, આ બધું છોડ.' પણ હાર્દિકને લાગતું કે તેની બહેન તેની 'પર્સનલ લાઈફ' કંટ્રોલ કરે છે. તેણે પોલીસને કહ્યું, 'તે મને કહેતી હતી કે છોકરીના ચક્કરમાં ન પડ અને કરિયર પર ધ્યાન આપ. તેણે મને ઘણીવાર કોમેન્ટ કરીને કહ્યું કે, હું એક છોકરી માટે પાગલ બનીને મારી જિદગી બરબાદ કરી રહ્યો છું. એટલે મેં તેને મારી નાખી.'
બહેનની હત્યા કર્યા પછી હાર્દિક અટક્યો નહીં. તેણે પોતાની માતા નીલિમા પર પણ ચાકૂથી ૬ વાર કર્યા. નસીબે, માતાનો જીવ બચી ગયો. જ્યારે પોલીસે પૂછ્યું કે મમ્મીને કેમ મારવા માગતો હતો, ત્યારે તેનો જવાબ પણ ઠંડા દિલના ગુનેગાર જેવો હતો. તેણે કહ્યું, 'બહેનને મારીને તો હું જેલ જ જાત, પાછળ મમ્મી એકલી રહી જાત અને પરેશાન થાત. એટલે વિચાર્યું કે તેમને પણ સાથે લઈ જાઉં.' માતૃત્વના હત્યાના પાછળની આ દલીલ સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ.
નીલિમા મૂળ બદાયૂના જોગીપુરાની રહેવાસી છે. ૩૦ વર્ષ પહેલા તે મુરાદાબાદ આવી હતી. ૧૦ વર્ષ પહેલા પતિથી અલગ થયા પછી તેણે એકલી જ બંને બાળકોને ઉછેરીને ઈજનેર બનાવ્યા. ગયા વર્ષે જ તેણે બદાયૂની પોતાની દુકાન ૨૫ લાખ રૂપિયામાં વેચી હતી જેથી મુરાદાબાદમાં પોતાનું ઘર બનાવી શકે.
આજે એ જ ઘરમાં દીકરીની ચિતા સળગી ગઈ છે અને દીકરો જેલના સળિયાં પાછળ છે. હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં દાખલ નીલિમાની હાલત સ્થિર છે, પણ તેમનું મન ઘાયલ છે. તે પોતાની દીકરીના અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શકી નહીં. શનિવારે હિમશિખાના મામા દીપુએ બદાયૂથી આવીને તેને અગ્નિદાહ આપ્યો.
SP સિટી અનુસાર, હાર્દિકની હરકતો કોઈ સાયકોપેથી જેવી છે. જે પ્રેમિકા માટે તેણે પોતાનો આખો પરિવાર ઉજાડી નાખ્યો, હવે પોલીસ એ ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલની તપાસ કરી રહી છે. શું એ છોકરી ખરેખર છે કે હાર્દિક કોઈ 'કેટફિશિગ' અથવા ઓનલાઈન ફ્રોડનો શિકાર હતો, તેની તપાસ ચાલી રહી છે. પોલીસે હત્યામાં ઉપયોગ થયેલી ચાકૂ અને કાર જપ્ત કરી છે. હાર્દિકને કોર્ટમાં રજૂ કર્યા પછી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
