<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

તેલ નહીં હવે પાણીની લડાઈ..આમ જ ચાલ્‍યું તો ખાડી દેશો તરસથી ટળવળશે

ઇઝરાયલે ઈરાનના ડિસેલિનેશન પ્‍લાન્‍ટ પર હુમલો કરીને ૩૦ ગામોને પાણીથી ટળવળતાં કરી દેતાં ઈરાને દુબઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્‍સ અને કુવૈતના ડિસેલિનેશન પ્‍લાન્‍ટ પાસે હુમલો કર્યો

દુબઈ,તા.૯: અમેરિકા-ઇઝરાયલના ઈરાન સાથેના જંગમાં દુનિયાભરના લોકોને તેલના ભાવ વધી રહ્યા હોવાની ચિતા સતાવી રહી છે, પરંતુ યુદ્ધમાં સામેલ દેશો માટે ઑઇલ કરતાં મોટી સમસ્‍યા પાણીની પેદા થવાની સંભાવના છે. નિષ્‍ણાતોનું કહેવું છે કે આ ખાડી દેશોમાં પાણી એ સૌથી ઓછો મળતો અને સૌથી મહત્ત્વનો રિસોર્સ છે. અમેરિકાએ કરેલા અટેકમાં ઈરાનના એક દ્વીપ પર બનેલો ડિસેલિનેશન પ્‍લાન્‍ટ ડેમેજ થવાથી આસપાસનાં ૩૦ ગામોનો પાણીનો સ્રોત પ્રભાવિત થયો હતો. ઈરાનના વિદેશપ્રધાને આ હુમલાને અત્‍યંત ખતરનાક ગણાવ્‍યો હતો, કેમ કે ખાડી દેશોમાં ડિસેલિનેશન પ્‍લાન્‍ટમાં સમુદ્રના પાણીને મીઠું પીવાલાયક બનાવીને વાપરવામાં આવે છે. કુવૈતમાં ૯૦ ટકા, ઓમાનમાં ૮૬ ટકા અને સાઉદી અરેબિયામાં ૭૦ ટકા પાણી આવા પ્‍લાન્‍ટ્‍સમાંથી આવે છે. જોકે હવે ઈરાને કરેલા પાડોશી દેશો પરના વળતા હુમલામાં ત્રણ ખાડી દેશોના પ્‍લાન્‍ટ્‍સ ડેમેજ થયા છે.

અમેરિકા-ઇઝરાયલે પીવાના પાણી પર કરેલા હુમલા પછી હવે સમાચાર આવ્‍યા છે કે ઈરાને પાડોશી દેશો પર કરેલા હુમલાઓમાં ડિસેલિનેશન પ્‍લાન્‍ટ્‍સ પણ જોખમમાં છે. દુબઈમાં જેબેલ અલી પોર્ટ પર ઈરાને હુમલો કર્યો હતો એની બાજુમાં જ દુનિયાનો સૌથી મોટો પ્‍લાન્‍ટ છે. યુનાઇટેડ આરબ ઍમિરેટ્‍સના ફુજૈરાહ કોમ્‍પ્‍લેક્‍સ અને કુવૈતના ડિસેલિનેશન પ્‍લાન્‍ટ પર પણ મિસાઇલોનો કાટમાળ પડવાથી ક્ષતિ પહોંચી છે. ગઈ કાલે બાહરિને ઈરાન પર આરોપ લગાવ્‍યો હતો કે ડ્રોન હુમલામાં તેમના ડિસેલિનેશન પ્‍લાન્‍ટને નુકસાન પહોંચ્‍યું છે.

ખાડી દેશોમાં લગભગ ૫૬ આવા પ્‍લાન્‍ટ્‍સ છે જે આ વિસ્‍તારોની ૯૦ ટકા પીવાના પાણીની પૂર્તિ કરે છે. કુદરતી સંસાધન નિષ્‍ણાત માઇકલ ક્રિસ્‍ટોફરનું કહેવું છે કે ‘ખાડી દેશો સોલ્‍ટવોટર કિગડમ છે જ્‍યાં ડિસેલિનેશન એક ઉપલબ્‍ધિ પણ છે અને કમજોરી પણ. જો સાઉદી અરેબિયામાં આવેલા સૌથી મોટા પ્‍લાન્‍ટને નુકસાન થાય તો રિયાધ જેવાં શહેરોને ખાલી કરવાં પડી શકે છે.

(10:22 AM IST)