<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

શાબાશ, ટીમ ઇન્‍ડિયા... ભારતીય ટીમને અભિનંદન આપતા નરેન્‍દ્રભાઇ મોદી

 

વર્લ્‍ડકપની ફાઈનલ મેચમાં ન્‍યૂઝીલેન્‍ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્‍યો છે. ટીમ ઈન્‍ડિયા ત્રીજી વખત વિશ્વ વિજેતા બનનાર એકમાત્ર ટીમ બની છે. આ જીત બદલ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ ટીમ ઈન્‍ડિયાને અભિનંદન પાઠવ્‍યા છે. તેમણે ચેમ્‍પિયન બનવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્‍યા છે. તેમણે એમ પણ કહ્યું છે કે, આ જીતથી ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ એક્‍સ પર ટ્‍વિટ કરીને લખ્‍યું છે કે, ‘આઈસીસી મેન્‍સ ટી૨૦ વર્લ્‍ડ કપ જીતવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન! આ નોંધપાત્ર વિજય અસાધારણ કૌશલ્‍ય, નિ?ય અને ટીમ વર્કનું પ્રતિબિંબ છે. તેઓએ સમગ્ર ટૂર્નામેન્‍ટ દરમિયાન ઉત્‍કળષ્ટ મનોબળ બતાવ્‍યું છે. આ જીતથી દરેક ભારતીયનું હૃદય ગૌરવ અને આનંદથી ભરાઈ ગયું છે. શાબાશ, ટીમ ઈન્‍ડિયા!'

(11:38 AM IST)