હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

નવી દિલ્હી, તા.૯: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સહિત ૨૩ આરોપીઓને નિર્દોષ છોડવાના નીચલી કોર્ટના આદેશ સામે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સીબીઆઈની અપીલ સ્વીકારીને હાઈકોર્ટે તમામ આરોપીઓને નોટિસ પાઠવી ૧૬ માર્ચ સુધીમાં જવાબ માંગ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીઓને ઈડી (ED) કેસમાંથી પણ મુક્તિ મળી શકશે નહીં, જેનાથી આપના નેતાઓ પર ફરી કાયદાકીય તલવાર લટકી છે.
સીબીઆઈ તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આ કેસને દેશની રાજધાનીનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે અમુક ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે નીતિમાં છેડછાડ કરવામાં આવી હતી અને હવાલા દ્વારા રૂ.૪૪.૫૦ કરોડ ટ્રાન્સફર થયા હતા. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે આ માત્ર રાજકીય બદલો નથી પરંતુ એક સુઆયોજિત કાવતરું છે, જેમાં વોટ્સએપ ચેટ્સ અને ઈમેઈલ જેવા વૈજ્ઞાનિક પુરાવાઓ ઉપલબ્ધ છે. તપાસ એજન્સીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે પુરાવા મિટાવવા માટે ૧૭૦ જેટલા મોબાઈલ ફોનનો નાશ કરવામાં આવ્યો હતો. એસજી મહેતાએ નીચલી કોર્ટના ૬૦૦ પાનાના ચુકાદાને ઉતાવળિયો ગણાવતા કહ્યું કે કલમ ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલા મહત્વના સાક્ષીઓના નિવેદનોને અવગણવામાં આવ્યા છે. હવે આગામી ૧૬ માર્ચની સુનાવણીમાં નક્કી થશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM