<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th March 2026

મધ્‍ય પૂર્વની જંગમાં ૧ કરોડ ભારતીયોની સુરક્ષા માટે પીએમ મોદીનું સીધું મોનિટરિંગ

જયશંકરની સંસદમાં ગર્જનાઃ ઈરાન પર ઈઝરાયેલ-અમેરિકાના હુમલા બાદ સર્જાયેલી વૈશ્વિક કટોકટી વચ્‍ચે ભારતે ૬૭,૦૦૦ નાગરિકોને આર્મેનિયાના રસ્‍તે સુરક્ષિત બહાર કાઢયા : ઉર્જા સુરક્ષા અને મોંઘા તેલના જોખમ વચ્‍ચે વિદેશ મંત્રીએ રાજદ્વારી વ્‍યૂહરચના સ્‍પષ્ટ કરીઃ વિપક્ષનો હોબાળોઃ લોકસભાની કાર્યવાહી સ્‍થગિત

નવી દિલ્‍હી, તા.૯: પヘમિ એશિયાના આકાશમાં જ્‍યારે મિસાઈલો અને ડ્રોનનો વરસાદ થઈ રહ્યો છે, ત્‍યારે ભારતની સંસદમાં પણ તેના ગંભીર પડઘા પડ્‍યા છે. વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે રાજ્‍યસભામાં અત્‍યંત ગંભીર સૂરે જણાવ્‍યું હતું કે મધ્‍ય પૂર્વમાં ચાલી રહેલું આ યુદ્ધ માત્ર બે દેશો વચ્‍ચેનો સંઘર્ષ નથી, પરંતુ ભારતની ઉર્જા સુરક્ષા અને ત્‍યાં વસતા ૧૦ મિલિયન (૧ કરોડ) ભારતીયોના અસ્‍તિત્‍વનો સવાલ છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ સર્જાયેલી સ્‍થિતિ પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પળેપળની નજર રાખી રહ્યા છે. પીએમ મોદીએ અંગત રીતે અખાતી દેશોના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને શાંતિની અપીલ કરી છે, કારણ કે આ ક્ષેત્ર ભારત માટે તેલ અને ગેસના પુરવઠાનું મુખ્‍ય કેન્‍દ્ર છે.

એકતરફ વિદેશ મંત્રી સરકારનો પક્ષ રજૂ કરી રહ્યા હતા, ત્‍યારે બીજી તરફ સંસદ સંકુલમાં રાજકીય સંગ્રામ છેડાયો હતો. રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ સહિતના વિપક્ષી નેતાઓએ ભારતને નેતળત્‍વની જરૂર છે, મૌનની નહીંૅ તેવા બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષનો આરોપ છે કે સરકાર આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે રાષ્‍ટ્રીય હિતો સાથે સમાધાન કરી રહી છે. જોકે, જયશંકરે લોકસભામાં વિપક્ષના હંગામા વચ્‍ચે પણ સ્‍પષ્ટ કર્યું કે ભારત સરકાર અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં ફસાયેલા ભારતીયો માટે ઢાલ બનીને ઉભી છે. ખાસ કરીને ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોને તેહરાનથી સુરક્ષિત કાઢીને આર્મેનિયાના માર્ગે ભારત લાવવામાં આવી રહ્યા છે, જે એક અત્‍યંત જટિલ અને સાહસિક રેસ્‍કયૂ ઓપરેશન છે.

તકનીકી રીતે જોઈએ તો, ૨૮ ફેબ્રુઆરીના હુમલા બાદ તેહરાને જે રીતે વળતો પ્રહાર કર્યો, તેનાથી આખું અખાત ક્ષેત્ર યુદ્ધના મુખમાં ધકેલાઈ ગયું છે. ભારતે ૨૦ ફેબ્રુઆરીએ જ તમામ પક્ષોને સંયમ રાખવા વિનંતી કરી હતી, કારણ કે ભારત હંમેશા બંદૂકને બદલે રાજદ્વારી વાતચીતમાં માને છે. અત્‍યાર સુધીમાં અંદાજે ૬૭,૦૦૦ ભારતીયો સરહદ પાર કરીને સુરક્ષિત રીતે વતન પરત ફર્યા છે. વિદેશ મંત્રીએ ખાતરી આપી હતી કે તેહરાનમાં ભારતીય દૂતાવાસ સંપૂર્ણપણે કાર્યરત છે અને ઉચ્‍ચ સતર્કતા પર છે, જેથી કોઈપણ કટોકટીમાં ભારતીય સમુદાયને તાત્‍કાલિક મદદ પહોંચાડી શકાય.

આ યુદ્ધની સૌથી મોટી અસર ભારતની ઉર્જા સુરક્ષા પર પડી શકે છે. તેલ અને ગેસના ભાવોમાં વધારા અંગે ચિંતા વ્‍યક્‍ત કરતા જયશંકરે જણાવ્‍યું કે સરકાર ઉર્જા બજારની ઉપલબ્‍ધતા, ખર્ચ અને જોખમોને સંપૂર્ણપણે ધ્‍યાનમાં લઈને વૈકલ્‍પિક આયોજન કરી રહી છે. ભારત શાંતિ, સંવાદ અને રાજદ્વારી માર્ગે પાછા ફરવાના પક્ષમાં છે જેથી વૈશ્વિક પુરવઠા શળંખલામાં મોટું વિક્ષેપ ન આવે. સરકારની પ્રાથમિકતા અત્‍યારે ત્‍યાં ફસાયેલા બાકીના ભારતીયોને સલામત લાવવાની અને દેશની અર્થવ્‍યવસ્‍થાને યુદ્ધના મોંઘવારીના આંચકાથી બચાવવાની છે. 

 

(2:42 PM IST)