News of Monday, 9th March 2026
ચાંદીમાં ૫,૦૦૦-સોનામાં ર,૦૦૦ રૂા. નો ઘટાડો
બુલીયન માર્કેટમાં બે તરફ વધઘટ : શનિવારે ભાવો વધ્યા બાદ આજે તૂટયા : ચાંદીના ભાવ ઘટીને ર,૬૭,૦૦૦ અને સોનાના ભાવ ૧,૬૪,૪૦૦ રૂા. થયા

રાજકોટ, તા., ૯ : ઇરાન અને અમેરીકા વચ્ચે યુધ્ધને પગલે બુલીયન માર્કેટમાં બે તરફી વધઘટ થઇ રહી છે. ગત શનિવારે ભાવો વધ્યા બાદ આજે ભાવો તૂટયા હતા. ચાંદીમાં પ૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂપીયાનો ઘટાડો થયો હતો. બુલીયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે સેન્ટમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં પ૦૦૦ રૂા. તૂટયા હતા. શનિવારે ચાંદી ૧ કિલોના ભાવ ર,૭ર,૦૦૦ રૂા. હતા તે ઘટીને આજે ર,૬૭,૦૦૦ રૂા. થયા છે. ગત શનિવારે ચાંદીમાં પ૦૦૦ રૂા. વધ્યા બાદ આજે ફરી પાછો ઘટાડો થયો હતો. ચાંદીની સાથે સોનામાં પણ ર૦૦૦ રૂા. ઘટયા હતા. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ર૦૦૦ રૂા.નો ઘટાડો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ શનિવારે ૧,૬૬,૪૦૦ રૂા. હતા તે ઘટીને આજે ૧,૬૪,૪૦૦ રૂા. થઇ ગયા હતા. સોનાના બિસ્કીટમાં ર૦,૦૦૦ રૂા.નુ ગાબડુ પડયું હતું. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૬,૬૪,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૧૬,૪૪,૦૦૦ રૂા. થયા હતા.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
