<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th March 2026

ખામેનેઇની હત્‍યા કરાવીને અમેરિકા ફસાઇ ગયું?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૦:  ઇરાન માટે અમેરિકાનો મુખ્‍ય હેતુ એ હતો કે ઇરાન મંત્રણાના મેજ પર આવે અને અમેરિકાને તેનાથી આર્થિક લાભ થવા પામે જે અશકય બનતા ટ્રમ્‍પ શાસને ઇરાનમાં સતા પલ્‍ટો કરાવીને તેના કહ્યાગરા શાસકો ને શાસન ધૂરા સોંપવાની જાહેરાત કરી હતી. ઇરાનમાં પબ્‍લિક દ્વારા બળવો થાય તેવી તમામ કૂટનીતિઓ અપનાવવા છતા ટ્રમ્‍પ શાસન નિષ્‍ફળ રહેતા તેણે કહ્યાગરા ઇઝરાયેલી નેતન્‍યાહૂ ને સાથે લઇ વેનેઝુએલામાં  જે મુજબ જગત જમાદારીનું પ્રદર્શન કયુ તે મુજબ ઇરાનમાં ખામેનેઇની હત્‍યા કરાવીને સત્તાપલ્‍ટો કરવાનો રસ્‍તો સાફ થઇ જાય તે હેતુ આયતોલ્લાહ ખામેનેઇની હત્‍યા કરાવ્‍યા બાદ પ્રથમ જાહેરાત પણ ટ્રમ્‍પ મુખેથી જ કરાઇ જો કે અમેરિકાનો હેતૂ પાર ન પડયો, સત્તા પલ્‍ટો થવાને બદલે ખામેનેઇ સમર્થક જ વધુ બળવાન શાસક બની આરૂઢ થયા છે. પબ્‍લિકમાં તેના તરફી નફરતને બદલે જુવાળ-સમર્થન જોવા મળી રહ્યું છે. અમેરિકા ઇરાન મામલે સફળ થવાને બદલે ફસાઇ ગયા ના પુરતા કારણો હવે ક્રમશઃ સપાટી પર આવી રહ્યા છે. ઇઝરાયેલ ના શાસક અને અમેરિકાના શાસક, નેતન્‍યાહૂ અને ટ્રમ્‍પના જાનનું જોખમ પણ હવે વધી જવા પામ્‍યું છે. કારણ કે ઇરાનના મુફતી દ્વારા ખામેનેઇની હત્‍યાબાદ ‘ખૂનનો બદલો ખૂન' નો ફતવો જારી કર્યો છે. જેનો અમલ પણ થશે.  જો કે અમરિકાને આર્થિક જબ્‍બર નુકસાન થઇ રહ્યું છે. ટ્રમ્‍પ નીતિ અને ઇઝરાયેલ ટ્રમ્‍પના મતભેદ હવે સપાટી પર આવી રહ્યા છે. જો કે આ વાત આ મેટર તા.૨/૩/૨૬, ના મૂકેલી ત્‍યારે સપ્‍તાહ  પહેલા કહેવાયેલી છે ટ્રમ્‍પ નીતી નવભારત ટાઇમ્‍સ ઘણું કહે છે

(4:19 PM IST)