તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
બાંગ્લાદેશ માટે ‘સંકટમોચક' બન્યું ભારતઃ ૫,૦૦૦ ટન ડીઝલનો જથ્થો રવાના
દ્વિપક્ષીય કરાર હેઠળ બાંગ્લાદેશની ઉર્જા સુરક્ષાને મજબૂત કરવા માટે ભારત સરકારનો મહત્વપૂર્ણ વ્યૂહાત્મક નિર્ણય : ભારતે પડોશી ધર્મ નિભાવી પાઇપલાઇન દ્વારા ઇંધણનો મોટો જથ્થો મોકલીને વૈશ્વિક બજારમાં પોતાની મજબૂત પકડ અને અતૂટ મિત્રતાનો પરિચય આપ્યો

ઢાકા, તા.૧૦: મધ્ય પૂર્વના દેશોમાં ફાટી નીકળેલા યુદ્ધના કારણે અત્યારે આખી દુનિયામાં ઇંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આવા કટોકટીના સમયે ભારતે એક અત્યંત સાહસિક અને વ્યૂહાત્મક નિર્ણય લઈને પડોશી દેશ બાંગ્લાદેશને ૫,૦૦૦ ટન ડીઝલનો સપ્લાય મોકલ્યો છે. આ નિર્ણય માત્ર વેપાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભારતની નેબરહુડ ફર્સ્ટ (પડોશી પ્રથમ) નીતિનો જીવંત પુરાવો છે. જ્યારે અન્ય દેશો પોતાના ભંડાર બચાવવામાં પડ્યા છે, ત્યારે ભારત પાઇપલાઇન દ્વારા મિત્ર દેશની ઉર્જા જરૂરિયાતોને પૂરી કરીને એશિયામાં એક મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યું છે.
બાંગ્લાદેશ પેટ્રોલિયમ કોર્પોરેશનના ચેરમેન મોહમ્મદ રેઝાનુર રહેમાને આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ પુરવઠો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા એક ઐતિહાસિક કરારનો ભાગ છે. આ કરાર મુજબ, ભારત દર વર્ષે હાઈ-સ્પીડ ડીઝલ પાઇપલાઇન દ્વારા ૧,૮૦,૦૦૦ ટન ડીઝલ બાંગ્લાદેશને આપશે. વર્તમાન સમયમાં જે ૫,૦૦૦ ટન ડીઝલ મોકલવામાં આવ્યું છે, તે આ જ લાંબા ગાળાના કરારની એક મહત્વની કડી છે. યુદ્ધની સ્થિતિમાં ઇંધણની આયાત-નિકાસ જોખમી હોય છે, છતાં ભારત પાઇપલાઇન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સુરક્ષિત રીતે આ પુરવઠો પહોંચાડી રહ્યું છે, જે દ્વિપક્ષીય સંબંધોમાં વિશ્વાસનું પ્રતીક છે.કરારની વિગતો મુજબ, બાંગ્લાદેશે દર છ મહિનામાં ઓછામાં ઓછું ૯૦,૦૦૦ ટન ડીઝલની આયાત કરવી અનિવાર્ય છે. રેઝાનુર રહેમાને આશા વ્યક્ત કરી છે કે આગામી બે મહિનામાં ભારત બાકીનો જથ્થો પણ સમયસર પૂરો પાડશે. આ ઇંધણ બાંગ્લાદેશના કળષિ અને પરિવહન ક્ષેત્ર માટે કરોડરજ્જુ સમાન સાબિત થશે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની અછતને કારણે ત્યાંની અર્થવ્યવસ્થા પર દબાણ વધી રહ્યું હતું. ભારતનો આ ફયુઅલ સપોર્ટ બાંગ્લાદેશમાં મોંઘવારી ડામવા અને ઔદ્યોગિક ગતિવિધિઓ ચાલુ રાખવા માટે સંજીવની સમાન સાબિત થશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
