News of Tuesday, 10th March 2026
ન્યૂ યોર્ક ભયાનક બોમ્બ વિસ્ફોટથી માંડ બચ્યું: મેયરના નિવાસસ્થાન પાસે ‘સામૂહિક વિનાશના શસ્ત્રો’ સાથે ISISના બે આતંકીઓની ધરપકડ
બોસ્ટન મેરેથોનથી પણ ભયાનક હુમલાનો હતો પ્લાન; ‘શેતાનની માતા’ ગણાતા ખતરનાક TATP વિસ્ફોટકો સાથે પકડાયા પેન્સિલવેનિયાના બે કિશોરો

ન્યૂ યોર્ક, તા. 10: અમેરિકાના ન્યૂ યોર્ક શહેરમાં લોહીની હોળી ખેલવાનું આતંકવાદી સંગઠન ISISનું મોટું ષડયંત્ર નિષ્ફળ રહ્યું છે. 7 માર્ચના રોજ ન્યૂ યોર્કના મેયર ઝોહૈર મામદાનીના સત્તાવાર નિવાસસ્થાન પાસે જ્યારે બે જૂથો વચ્ચે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, ત્યારે ભીડમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફેડરલ પ્રોસિક્યુટર્સે આ ઘટનામાં સામેલ બે કિશોરો પર "સામૂહિક વિનાશના શસ્ત્રો" નો ઉપયોગ કરવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
‘શેતાનની માતા’ અને નિષ્ફળ ફ્યુઝ
ધરપકડ કરાયેલા 18 વર્ષીય અમીર બલાટ અને 19 વર્ષીય ઇબ્રાહિમ નિક ખયુમી પાસેથી ઘાતક રાસાયણિક TATP થી ભરેલા હોમમેડ બોમ્બ મળી આવ્યા હતા. TATP એટલું શક્તિશાળી વિસ્ફોટક છે કે તેને આતંકવાદીઓની દુનિયામાં "Mother of Satan" (શેતાનની માતા) તરીકે ઓળખવામાં આવે છે. અમીર બલાટે એક બોમ્બનો ફ્યુઝ સળગાવીને ફેંક્યો હતો, પરંતુ નસીબજોગ તે ફૂટવામાં નિષ્ફળ રહ્યો, જેના કારણે હજારો લોકોના જીવ બચી ગયા હતા. પોલીસે સમયસૂચકતા વાપરીને બીજા વિસ્ફોટ પહેલા જ આરોપીઓને દબોચી લીધા હતા.
ISIS પ્રત્યે વફાદારીના શપથ
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બંને કિશોરો ISIS સાથે જોડાયેલા હતા. કોર્ટમાં રજૂ કરાયેલી ફરિયાદ મુજબ, બલાટે અટકાયત દરમિયાન એક નિવેદન લખ્યું હતું જેમાં તેણે ઇસ્લામિક સ્ટેટ પ્રત્યે વફાદારીના શપથ લીધા હતા. તેણે તપાસકર્તાઓ સામે કબૂલાત કરી હતી કે તે 2013 ના બોસ્ટન મેરેથોન હુમલા કરતા પણ મોટો વિનાશ વેરવા માંગતો હતો. બલાટનો પરિવાર તુર્કીથી અને ખયુમીનો પરિવાર અફઘાનિસ્તાનથી સ્થળાંતરિત થઈને અમેરિકા આવ્યો હતો.
મેયરની પ્રતિક્રિયા અને સુરક્ષા એલર્ટ
ન્યૂ યોર્કના મેયર ઝોહૈર મામદાનીએ આ ઘટનાની ગંભીરતાને સ્વીકારી છે, જોકે તેમણે હુમલાના વિરોધ પ્રદર્શનને 'શ્વેત સર્વોપરિતા' માં મૂળ ધરાવતું ગણાવ્યું હતું. બીજી તરફ, ન્યૂ યોર્ક કાઉન્ટરટેરરિઝમ વિભાગે ચેતવણી આપી છે કે જો આ બોમ્બ ફૂટ્યા હોત તો રસ્તાઓ પર માત્ર લાશોનો ઢગલો જોવા મળ્યો હોત. હાલમાં આ બંને આરોપીઓને બેડીઓ બાંધીને ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર નેટવર્કની તપાસ તેજ કરવામાં આવી છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
