૨૫ ટકાની પેનલ્ટી હટાવો પછી જ વાતચીત 10:11 AM
તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
ઈરાનનો અમેરિકા પર વળતો પ્રહાર: એરબેઝ તબાહ, માત્ર 48 કલાકમાં વોશિંગ્ટનને $5.6 બિલિયનનો ફટકો; અત્યાધુનિક રડાર સિસ્ટમ ધૂળધાણી થતા ટ્રમ્પ પ્રશાસન સ્તબ્ધ!
સસ્તા ડ્રોન અને મિસાઈલોએ અમેરિકાની અબજો ડોલરની સંરક્ષણ પ્રણાલીના લીરેલીરા ઉડાડ્યા; જોર્ડનથી સાઉદી સુધીના યુએસ મિસાઈલ નેટવર્ક પર ખતરો, પશ્ચિમ એશિયામાં યુદ્ધ ભયાનક વળાંક પર.

તેહરાન : પશ્ચિમ એશિયાનું રણ અત્યારે વિશ્વની બે મહાસત્તાઓ વચ્ચેના લોહિયાળ જંગનું મેદાન બન્યું છે. અમેરિકાએ ઈરાન પર 'ઓપરેશન એપિક ફ્યુરી' હેઠળ હુમલા તેજ કર્યા છે, ત્યારે ઈરાને પણ 'આતંકવાદ વિરોધી' વ્યૂહરચના અપનાવી અમેરિકાને આર્થિક અને સૈન્ય રીતે જોરદાર પછડાટ આપી છે. તાજા અહેવાલો અનુસાર, ઈરાની હુમલામાં અમેરિકાની અત્યંત મોંઘી ગણાતી એર ડિફેન્સ રડાર સિસ્ટમ્સ નાશ પામી છે, જેના કારણે અમેરિકાના સંરક્ષણ કવચમાં ગાબડાં પડ્યા છે.
48 કલાકમાં અબજો ડોલરનો ધુમાડો
યુદ્ધના મેદાનમાં ટેકનોલોજી જેટલી મહત્વની છે, તેટલું જ મહત્વ નાણાકીય શક્તિનું પણ છે. અમેરિકી અધિકારીઓના ચોંકાવનારા આંકડા મુજબ, યુદ્ધના પ્રથમ 48 કલાકમાં જ અમેરિકાએ આશરે $5.6 બિલિયન (અંદાજે ₹47,000 કરોડથી વધુ) ના શસ્ત્રો અને દારૂગોળો વાપરી નાખ્યો છે. આમાં હાઈ-ટેક ટોમાહોક ક્રુઝ મિસાઈલો અને મોંઘા ઈન્ટરસેપ્ટર સામેલ છે. શસ્ત્રોના આ આંધળા ખર્ચે વ્હાઇટ હાઉસની ચિંતામાં ધરખમ વધારો કર્યો છે.
રડાર સિસ્ટમ્સ બની નિશાન
ઈરાને ખૂબ જ ચાલાકીપૂર્વક જોર્ડન, કતાર, યુએઈ અને સાઉદી અરેબિયામાં સ્થિત અમેરિકાના મુખ્ય રડાર અને સર્વેલન્સ સ્ટેશનોને નિશાન બનાવ્યા છે. આ રડાર સિસ્ટમ્સની કિંમત કરોડોથી લઈને અબજો ડોલર સુધીની હોય છે. આ સિસ્ટમો નાશ પામવાને કારણે સમગ્ર મધ્ય પૂર્વ (Middle East) માં અમેરિકાની મિસાઈલ શોધવાની અને તેને હવામાં તોડી પાડવાની ક્ષમતા નબળી પડી ગઈ છે.
સસ્તા હથિયારોનો મોંઘો પડતો પ્રહાર
યુદ્ધ નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન અહીં 'લો-કોસ્ટ' વ્યૂહરચના વાપરી રહ્યું છે. ઈરાને અમેરિકાની અબજો ડોલરની સિસ્ટમ્સને તોડવા માટે અત્યંત સસ્તા આત્મઘાતી ડ્રોન અને બેલિસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. જ્યારે અમેરિકા એક ડ્રોનને તોડવા માટે લાખો ડોલરની મિસાઈલ છોડે છે, ત્યારે ઈરાન માત્ર થોડા હજાર ડોલરના ડ્રોનથી અમેરિકાની તિજોરી ખાલી કરી રહ્યું છે.
વ્યૂહરચનાનો ખેલ
ભલે અમેરિકી સંરક્ષણ વિભાગ (Pentagon) એવો દાવો કરતું હોય કે તેમની પાસે પૂરતા સંસાધનો છે, પરંતુ ઈરાનના સચોટ નિશાન અને રડાર નેટવર્ક પરના હુમલાએ અમેરિકન સૈન્ય વ્યૂહરચનાકારોને ફરીથી વિચારવા મજબૂર કરી દીધા છે. આ જંગ હવે માત્ર મિસાઈલોની નથી રહી, પરંતુ અર્થતંત્ર અને મનોવૈજ્ઞાનિક દબાણની પણ બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
