જાહેરાત જગતના 'ગ્રીન ઓસ્કાર': IAA ઇન્ડિયાએ 16મા ઓલિવ ક્રાઉન એવોર્ડ્સ માટે જ્યુરીના નામ જાહેર કર્યા; 8 એપ્રિલે મુંબઈમાં જામશે દિગ્ગજોનો મેળાવડો!
પર્યાવરણ અને સસ્ટેનેબિલિટીને પ્રોત્સાહન આપતી સર્વોત્તમ જાહેરાતોનું થશે સન્માન; આંતરરાષ્ટ્રીય જ્યુરી સહિત ઉદ્યોગના માંધાતાઓ નક્કી કરશે વિજેતાઓ, આ વર્ષે એન્ટ્રીના તમામ રેકોર્ડ તૂટ્યા.

મુંબઈ : ઇન્ટરનેશનલ એડવર્ટાઇઝિંગ એસોસિએશન (IAA) ના ઇન્ડિયા ચેપ્ટર દ્વારા માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ ક્ષેત્રના અત્યંત પ્રતિષ્ઠિત ગણાતા 'ઓલિવ ક્રાઉન એવોર્ડ્સ'ની 16મી આવૃત્તિની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. IAA એ આ વર્ષના વિજેતાઓની પસંદગી કરવા માટે હાઈ-પ્રોફાઈલ જ્યુરી પેનલનું અનાવરણ કર્યું છે. આ એવોર્ડ્સ ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉ વિકાસ (Sustainability) ના સંદેશને સર્જનાત્મક રીતે રજૂ કરતી બ્રાન્ડ્સ અને એજન્સીઓને આપવામાં આવે છે.
જ્યુરીમાં અનુભવ અને નવીનતાનો સંગમ
IAA ના પ્રમુખ અભિષેક કર્નાનીએ જ્યુરીની વિશ્વસનીયતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, "કોઈપણ એવોર્ડની ગરિમા તેના જ્યુરી સભ્યો પર આધારિત હોય છે. અમને આનંદ છે કે આ વખતે અમારી પાસે વર્ષોનો અનુભવ ધરાવતા સભ્યોની સાથે નવા દ્રષ્ટિકોણવાળા સભ્યો અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોનું મિશ્રણ છે." આ વર્ષે જ્યુરી પેનલમાં કે વી શ્રીધર (ગ્લોબલ સીસીઓ, નિહિલેન્ટ), પ્રીતિ વ્યાસ (ચેરવુમન, વ્યાસ જિયાનેટ્ટી), અને કલ્પેશ પાટણકર (VML ઇન્ડિયા) જેવા દિગ્ગજો સામેલ છે.
એન્ટ્રીના રેકોર્ડ તૂટ્યા, સ્પર્ધા વધુ કપરી
ઓલિવ ક્રાઉન કમિટીના ચેરમેન જનક સારદાના જણાવ્યા અનુસાર, આ વર્ષે એવોર્ડ્સ માટે વિક્રમી સંખ્યામાં એન્ટ્રીઓ મળી છે. આ દર્શાવે છે કે કોર્પોરેટ જગતમાં પર્યાવરણીય જવાબદારી પ્રત્યે જાગૃતિ વધી રહી છે. જ્યુરી સભ્યો હવે આ તમામ એન્ટ્રીઓમાંથી શ્રેષ્ઠ સર્જનાત્મક કાર્યની પસંદગી કરશે, જેની જાહેરાત આગામી 8 એપ્રિલે મુંબઈમાં યોજાનાર ભવ્ય સમારોહમાં કરવામાં આવશે.
IAA ઇન્ડિયા: જાહેરાત ક્ષેત્રનું પાવરહાઉસ
IAA એ વિશ્વનું એકમાત્ર એવું સંગઠન છે જે જાહેરાત એજન્સીઓ અને મીડિયાનું પ્રતિનિધિત્વ કરે છે. 76 દેશોમાં ફેલાયેલા આ સંગઠનનું ભારતીય પ્રકરણ વિશ્વના સૌથી સક્રિય ચેપ્ટર્સમાંનું એક ગણાય છે. ઓલિવ ક્રાઉન ઉપરાંત, IAA લીડરશીપ એવોર્ડ્સ અને નોલેજ સેમિનાર જેવા કાર્યક્રમો દ્વારા આ ક્ષેત્રમાં પરિવર્તન લાવવાનું કામ કરે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
