News of Wednesday, 11th March 2026
યુવક-યુવતીની જાહેરમાં આશિકીઃ બાઈક પર બેસાડીને લાવ્યોઃ થોડી વાત કરી અને માંગમા સિંદૂર ભરી દીધું
રોહતાસમાં એક યુવકે જાહેરમાં રસ્તા પર ઉભેલી યુવતીની માંગમાં સિંદૂર ભરી દીધું. હાલ આ ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ

રોહતાસ તા.૧૧: રોહતાસ જિલ્લાના તિલૌથૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારના રોજ એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે, જેનાથી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. એક યુવકે જાહેરમાં રસ્તા પર ઉભેલી યુવતીની માંગમા સિદૂર ભરી દીધું. આ સમગ્ર ઘટના નજીકના એક મકાનમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
માહિતી મુજબ, આ ઘટના સોમવારની સવારે તિલૌથૂ પોલીસ સ્ટેશનના ન્યૂ એરિયા વિસ્તારમાં બની હતી. વાયરલ થઈ રહેલા CCTV ફૂટેજમાં એક યુવતી પોતાના મિત્ર સાથે બાઈક પર આવે છે. બંને શેરીમાં બાઈક ઉભું રાખીને થોડા સમય સુધી વાત કરે છે. આ દરમિયાન યુવક પાછળથી યુવતી પાસે આવે છે અને તેના સેંથામાં સિદૂર ભરી દે છે. આ સમગ્ર ઘટના શેરીમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. સિદૂર ભર્યા પછી બંને ત્યાંથી ચાલ્યા જાય છે.
આ વીડિયો સામે આવ્યા પછી સ્થાનિક લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કેટલાક લોકો આને વ્યક્તિગત મામલો કહી રહ્યા છે, જ્યારે ઘણા લોકો જાહેર સ્થળે આવી ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને મહિલા સુરક્ષા અંગે સવાલો ઉઠાવી રહ્યા છે.
આ મામલે ડેહરી સબ-ડિવિઝન પોલીસ અધિકારી વંદના મિશ્રાએ જણાવ્યું કે, પોલીસને આ ઘટનાની જાણકારી મળી છે, પણ અત્યાર સુધી કોઈ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી નથી. તેમણે કહ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ બે વ્યક્તિઓ વચ્ચેનો વ્યક્તિગત મામલો લાગે છે. જો કોઈ પણ પક્ષ તરફથી અરજી આપવામાં આવશે તો પોલીસ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરશે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
