<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ઓરિયો ભજીયા પછી હવે માર્કેટમાં આવ્‍યા સિગારેટના ભજીયા

વીડિયો વાયરલ ...વિચિત્ર ફૂડ એક્‍સપરિમેન્‍ટ જોઈને માથું પકડી લેશો!યુઝર્સ લાલઘૂમ થઈને વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે : સિગારેટમાં રહેલા કેમિકલ્‍સ અને નિકોટિન જ્‍યારે ગરમ તેલમાં તળવામાં આવે છે, સ્‍વાસ્‍થ્‍ય માટે અત્‍યંત જોખમી છે સિગારેટ ભજીયા

નવી દિલ્‍હી તા.૧૧: સોશિયલ મીડિયા પર અત્‍યારે અવનવા ફૂડ એક્‍સપરિમેન્‍ટ્‍સનો રાફડો ફાટ્‍યો છે. ક્‍યારેક ગુલાબજાંબુનું શાક તો ક્‍યારેક મેગીમાં કોલ્‍ડ ડ્રિક નાખીને લોકો વિચિત્ર વાનગીઓ બનાવતા હોય છે, પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને ઈન્‍ટરનેટ યુઝર્સનો ગુસ્‍સો સાતમા આસમાને પહોંચ્‍યો છે. એક વ્‍યક્‍તિએ વ્‍યુઝ મેળવવાની લાલચમાં તમામ હદો વટાવીને 'સિગારેટના ભજીયા' બનાવી નાખ્‍યા છે. આ વિચિત્ર અને જોખમી વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્‍યક્‍તિ પકોડા બનાવવા બેસનનું ખીરું તૈયાર કરે છે. ત્‍યારબાદ તે એક સિગારેટ લે છે અને તેને આ ખીરામાં ડબોળે છે. એટલું જ નહીં, તે આ સિગારેટને ગરમાગરમ તેલમાં તળે પણ છે. જ્‍યારે આ સિગારેટ ભજીયા તળાઈને તૈયાર થઈ જાય છે, ત્‍યારે તે તેને પ્‍લેટમાં કાઢીને ચટણી સાથે સર્વ પણ કરે છે. વીડિયો બનાવનાર શખ્‍સે માત્ર મનોરંજન અને લાઈક્‍સ માટે આ પ્રકારનું જોખમી વાનગી બનાવી હોવાનું જણાય છે. જેવો આ વીડિયો સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ પર અપલોડ થયો કે તરત જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. ઘણા યુઝર્સે કોમેન્‍ટ કરી છે કે, વ્‍યુઝ માટે લોકો કેટલા નીચે જઈ શકે છે તે આ વીડિયો પરથી સાબિત થાય છે. તો બીજા એક વ્‍યક્‍તિએ કહ્યું કે, આ ખોરાકનું અપમાન છે અને સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડાં છે. આવી રીતે સિગારેટના ભજીયા' જોઈને લોકો લાલઘૂમ થઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળ્‍યા છે.

છેલ્‍લા કેટલાક સમયથી વિચિત્ર ફૂડ કોમ્‍બિનેશન એક ટ્રેન્‍ડ બની ગયો છે. ઓરિયો ભજીયા, આઈસ્‍ક્રીમ ઢોસા અને ચોકલેટ પાણીપુરી જેવા પ્રયોગો બાદ હવે સિગારેટ ભજીયાએ તમામ રેકોર્ડ તોડી નાખ્‍યા છે. ઘણા લોકો એવી પણ કમેન્‍ટ કરી રહ્યા છે કે, હવે તો કળિયુગનો અંત નજીક છે, લોકો ખાવા-પીવાની બાબતમાં ભાન ભૂલ્‍યા છે. તો ઘણા લોકો સવાલ કરતા જોવા મળ્‍યા છે કે, શું ડિજિટલ પ્‍લેટફોર્મ પર કોઈ પણ વસ્‍તુને કન્‍ટેન્‍ટ તરીકે પીરસી શકાય? ગંભીર વાત એ છે કે આવા વીડિયો ઝડપથી વાયરલ થાય છે, જે યુવા પેઢીને ખોટા રસ્‍તે દોરી શકે છે. નિષ્‍ણાતોના મતે, આ પ્રકારના એક્‍સપરિમેન્‍ટ્‍સ માત્ર વિચિત્ર જ નથી પણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. સિગારેટમાં રહેલા કેમિકલ્‍સ અને નિકોટિન જ્‍યારે ગરમ તેલમાં તળવામાં આવે છે, ત્‍યારે તે વધુ ઝેરી બની શકે છે. સોશિયલ મીડિયા પર આવા વીડિયો જોઈને લોકોએ પ્રયોગો કરવા ન જોઈએ.

(10:02 AM IST)