હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 11th March 2026
બંધ પડેલા ઘરનું લાઇટ-બિલ આવ્યું ૧.૯૯ કરોડ રૂપિયા

સમરલકોટા તા.૧૧: આંધ્ર પ્રદેશમાં સમરલકોટામાં એક ખાલી પડેલા ઘરનું લાઇટનું બિલ જોઈને પરિવાર હેબતાઈ ગયો હતો. દુસારી દુર્ગા નામના શહેરમાં એક હાઉસિગ કોલોનીમાં આવેલા બંધ ફલેટનું વીજળીનું બિલ ૧.૯૯ કરોડ રૂપિયા આવ્યું હતું. પરિવાર ઘણા સમયથી એ ઘરમાં રહેતો નહોતો એટલે એ એમ જ બંધ પડ્યું હતું. જ્યારે પરિવારને બિલની રકમની ખબર પડી એટલે તેમણે વીજળી વિભાગમાં ફરિયાદ કરી. ઇલેક્ટ્રિસિટી પ્રોવાઇડ કરતી કંપનીએ તપાસ કરી તો ખબર પડી કે તાજેતરમાં જ એ વિસ્તારમાં નવાં વીજળીનાં મીટર લગાવવામાં આવ્યાં હતાં. મીટર લગાવતી વખતે સિસ્ટમમાં ટેક્રિકલ ખામીને કારણે બિલની રકમ વધુપડતી દેખાઈ હતી. મીટરની તપાસ કરતાં ખબર પડી કે તેમનું બિલ માત્ર ૧૪૭ રૂપિયા જ હતું.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
