<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

ભારત સહિત ૨૫ દેશોમાં તેલ -ગેસ-ક્રાઇસિસને કારણે હાહાકારઃ અર્થવ્‍યવસ્‍થા લથડી

જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પヘમિ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયોઃ ફ્રાન્‍સ અને પોલેન્‍ડમાં પેટ્રોલ મોંઘું થવાના ડરે લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા લાંબી લાઇનો લગાવી ચેન્નઈમાં કમર્શિયલ લિક્‍વિફાઇડ પેટ્રોલિયમ ગેસના સિલિન્‍ડરની અછતને કારણે ગઈકાલે નેક રેસ્‍ટોરાં સંપૂર્ણપણે બંધ રહી હતી જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પヘમિ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયોઃ ફ્રાન્‍સ અને પોલેન્‍ડમાં પેટ્રોલ મોંઘું થવાના ડરે લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા લાંબી લાઇનો લગાવી

નવી દિલ્‍હી તા.૧૧: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્‍ચેના યુદ્ધને કારણે ભારત અને અમેરિકા સહિત દુનિયાના પચીસ દેશોમાં તેલ અને ગેસ સપ્‍લાય ચેઇન પ્રભાવિત થઈ છે. હોર્મુઝ સ્‍ટ્રેટ બંધ થવાને કારણે ભારત, જપાન અને યુરોપિયન દેશો સહિત પચીસથી વધુ દેશોમાં ગેસની ભારે અછત સર્જાઈ છે. મિડલ ઈસ્‍ટના મહાયુદ્ધના અગિયારમા દિવસે અનેક દેશોમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ ૩૦ ટકા સુધી વધી જતાં દુનિયાભરના દેશોની અર્થવ્‍યવસ્‍થા લથડી ગઈ છે.

ઈરાન અને ઇઝરાયલ સહિત પヘમિ એશિયાના દેશો અત્‍યારે દારૂગોળાના ઢેર પર બેઠા છે એને કારણે દુનિયાની ગેસ સપ્‍લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. દુનિયાભરના દેશોમાં તેલ અને ન્‍ફઞ્‍નો પુરવઠો હોર્મુઝ સ્‍ટ્રેટ મારફત જ આવે છે ત્‍યારે ઈરાનની પાબંદીઓને કારણે ભારત, ચીન, જપાન, સાઉથ કોરિયા, વિયેટનામ, યુરોપીય દેશો સહિત કમસે કમ પચીસ દેશોમાં હાહાકાર મચ્‍યો છે.

જર્મની અને ફ્રાન્‍સમાં ગેસની કિમતો ૪૫ ટકા સુધી વધી ગઈ છે. અનેક શહેરોમાં રાતના સમયે હીટિગ સિસ્‍ટમ બંધ કરીને બિનજરૂરી ઔદ્યોગિક ક્ષેત્રોમાં લોકડાઉન રાખવાનો નિર્દેશ આપવામાં આવ્‍યો છે.

જપાન અને સાઉથ કોરિયા ૮૦ ટકા ઊર્જા માટે પヘમિ એશિયા પર નિર્ભર હોવાથી અહીં વીજળીમાં કાપ મુકાયો છે અને સરકારે ઓછા જરૂરી ઉદ્યોગોમાં ઉત્‍પાદન ઘટાડવાનું કહ્યું છે. જપાને પોતાનાં રાષ્ટ્રીય તેલકેન્‍દ્રોમાંથી કાચું તેલ કાઢવાની તૈયારીઓ શરૂ કરી છે.

ફ્રાન્‍સ અને પોલેન્‍ડમાં પેટ્રોલ મોંઘું થવાના ડરે લોકો વાહનોની ટાંકી ફુલ કરાવવા લાંબી લાઇનો લગાવી રહ્યા છે. પોલેન્‍ડમાં અન્‍ય દેશો કરતાં સસ્‍તા પેટ્રોલને કારણે આજુબાજુના દેશોમાંથી લોકો આવી રહ્યા છે.

ગેસ-સિલિન્‍ડરો માટે લાંબી લાઇનો લાગી છે. પાકિસ્‍તાનમાં પેટ્રોલના ભાવમાં ભારે વધારો થઈ ગયો છે અને એ પછી પણ અપૂરતા પુરવઠાને કારણે સ્‍કૂલો અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. શક્‍ય હોય એ તમામ ઑફિસોમાં વર્ક ફ્રોમ હોમ અનિવાર્ય કરી દેવામાં આવ્‍યું છે. પાકિસ્‍તાનમાં સરકારી ઑફિસો વીકમાં માત્ર ૪ દિવસ જ ખૂલશે. દેશમાં પ્રધાનો અને એડ્‍વાઇઝરોની વિદેશયાત્રાઓ રોકી દેવામાં આવી છે. પ્રધાનો બે મહિના પગાર નહીં લે અને સંસદસભ્‍યોના પગારમાં પચીસ ટકાનો કાપ મૂકવામાં આવ્‍યો છે. આગામી બે મહિના સુધી સરકારી ગાડીઓને બજેટના ૫૦ ટકા ફયુઅલ જ મળશે. ૬૦ ટકા સરકારી વાહનોને પાર્ક કરી દેવામાં આવશે.

બંગલાદેશમાં પેનિક બાઇંગ રોકવા માટે ફયુઅલ માટે રેશનિગ કરી દેવામાં આવ્‍યું છે. બંગલાદેશમાં પણ વીજળી અને ફયુઅલનો વપરાશ ઘટાડવા માટે ગઈ કાલથી જ તમામ યુનિવર્સિટીઓ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. ગેસની અછતને કારણે કેટલીક ફેક્‍ટરીઓનાં કામ ઠપ થઈ ગયાં છે.

વિયેટનામમાં ઊર્જાબચત માટે સરકારે તમામ કંપનીઓને બને ત્‍યાં સુધી વર્ક ફ્રોમ હોમ કરવાની અપીલ કરી છે. ઘરેલુ બજારમાં ફયુઅલ પૂરતું મળી રહે એ માટે ફયુઅલની આયાત પર લગાવેલી ટેરિફ હટાવી દીધી છે. 

અમેરિકામાં પણ અપૂરતા પુરવઠાની ચિતાને પગલે ફયુઅલનો ભાવ વધતાં ગેસ-પમ્‍પ્‍સ પર લાંબી લાઇનો લાગી છે. સાઉથ કોરિયામાં લગભગ ૩ દાયકા બાદ ફયુઅલની કિમતો પર કેપ લગાવવામાં આવી છે. ઊર્જા-સપ્‍લાય સેફ રાખવા માટે સાઉથ કોરિયાએ ઊર્જાના નવા સ્રોતો શોધવાનું શરૂ કર્યું છે જેની સપ્‍લાય હોર્મુઝ સ્‍ટ્રેટ પર નિર્ભર ન હોય.

(3:59 PM IST)