<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

દેશમાં ગેસ સિલિન્‍ડર માટે હાહાકારઃ રસ્‍તાથી સંસદ સુધી હોબાળો

કયાંક ગેસ સિલિન્‍ડર ચોરાયા....કયાક લાંબી લાઈનો ગેસની તીવ્ર અછતને કારણે હોટલોને તાળા લાગવાની નોબત અને સંસદમાં વિપક્ષનો ઉગ્ર વિરોધ

નવી દિલ્‍હી, તા.૧૧: ઈરાન અને ઈઝરાયલ વચ્‍ચે પヘમિ એશિયામાં ફાટી નીકળેલા યુદ્ધની સીધી અને માઠી અસર ભારતના સામાન્‍ય નાગરિકોના રસોડા સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્‍લાય ચેઈનમાં વિક્ષેપ પડવાની આશંકાથી દેશભરમાં LPGની ભારે અછત સર્જાઈ છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં તો અછતનો લાભ ઉઠાવવા તત્‍વોએ ૫૨૪ ભરેલા સિલિન્‍ડર સાથે આખો ટ્રક ચોરી લીધો હતો, જે બાદમાં ઊંચા ભાવે વેચાયા હોવાનું બહાર આવ્‍યું છે. લખનૌ, નોઈડા અને ભોપાલ જેવી મહાનગરોમાં ગેસ એજન્‍સીઓ બહાર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં લોકો ભવિષ્‍યની ચિંતામાં ગેસ સ્‍ટોર કરવા મથામણ કરી રહ્યા છે.

કોલકાતા જેવા શહેરોમાં પરિસ્‍થિતિ વધુ ગંભીર બની છે, જ્‍યાં ઓટો-રિક્ષા ચાલકોને ગેસ માટે દોઢ કિલોમીટર સુધીની કતારોમાં આખી રાત ઉભા રહેવું પડે છે. ઓટોગેસના ભાવમાં પ્રતિ લિટર ૫ રૂપિયાનો અચાનક વધારો થતા મધ્‍યમ વર્ગની કમર તૂટી ગઈ છે. નોઈડામાં કોમર્શિયલ સિલિન્‍ડરનો સ્‍ટોક લગભગ શૂન્‍ય થઈ જતાં નાની હોટલો અને રેસ્‍ટોરન્‍ટ્‍સ બંધ થવા લાગ્‍યા છે. આ આર્થિક અને સામાજિક કટોકટી હવે રાજકીય રણમેદાનમાં ફેરવાઈ છે, જ્‍યાં પ્રિયંકા ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સંસદ સંકુલમાં સિલિન્‍ડરની અછત મુદ્દે કેન્‍દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો કર્યા છે.વધતી જતી અફવાઓ અને અરાજકતાને ડામવા માટે વિવિધ રાજ્‍ય સરકારો એક્‍શન મોડમાં આવી છે. મધ્‍યપ્રદેશ સરકારે નાયબ મુખ્‍યમંત્રીની આગેવાનીમાં ત્રણ સભ્‍યોની સમિતિ બનાવી છે, જે પヘમિ એશિયામાં ફસાયેલા રહેવાસીઓની મદદ કરવાની સાથે રાજ્‍યમાં તેલ અને ગેસના પુરવઠા પર સતત દેખરેખ રાખશે. બીજી તરફ, રાયબરેલી જેવા વિસ્‍તારોમાં ગેસ ન મળવાના ડરથી લોકો હવે ઈલેક્‍ટ્રિક ઈન્‍ડક્‍શન તરફ વળ્‍યા છે, જેના કારણે ઈલેક્‍ટ્રોનિક્‍સ સ્‍ટોર્સમાં વેચાણ પાંચ ગણું વધી ગયું છે. સરકાર ભલે પૂરતો સ્‍ટોક હોવાનો દાવો કરે, પરંતુ જમીની સ્‍તરે ગભરાટ અને અછતનું મિશ્રણ સામાન્‍ય જનજીવનને અસ્‍તવ્‍યસ્‍ત કરી રહ્યું છે.

 

(3:36 PM IST)