<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

જમ્મુમાં ફારુક અબ્દુલ્લા પર ફાયરીંગ :પૂર્વ મુખ્યમંત્રી એક લગ્નમાં હાજરી આપવા ગયા ત્યારે ગોળીબાર : એક શંકાસ્પદની ધરપકડ

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર કરનાર શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ :તે ઝાડીઓમાં છુપાયો હતો.

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના સંરક્ષક ડૉ. ફારુક અબ્દુલ્લા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેઓ બચી ગયા હતા. તેઓ જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ગોળીબાર કરનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  ફારુક અબ્દુલ્લા બુધવારે (11 માર્ચ) જમ્મુમાં હતા. તેઓ તેમના પુત્ર, એક વકીલ અને એક પાર્ટી કાર્યકરના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા. ફારુક અબ્દુલ્લા લગભગ એક કલાક ત્યાં રોકાયા હતા. બેન્ક્વેટ હોલમાંથી બહાર નીકળતાની સાથે જ તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ઝાડીઓમાં છુપાઈ ગયો હતો.

   ફારુક અબ્દુલ્લા સુરક્ષા કવચમાં છે. જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી સુરિન્દર ચૌધરી પણ તેમની સાથે હતા. તેથી, ઘટનાસ્થળે પહેલાથી જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. ગોળીબાર થતાં જ સુરક્ષા કર્મચારીઓએ આરોપીની ધરપકડ કરી લીધી. આરોપીને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.

(11:16 PM IST)