<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

મુસીબતના સમયે મૂંઝવણ ટાળવા નાગરિકો માટે મહત્વની પહેલ : કટોકટીમાં ઉપયોગી ઇમરજન્સી હેલ્પલાઇન નંબરોની યાદી સાચવી રાખો

પોલીસ, આરોગ્ય અને સુરક્ષા સહિત વિવિધ સરકારી સેવાઓના ટોલ-ફ્રી નંબરો પ્રજાજોગ યાદી : મુસીબત પૂર્વે જ આ અગત્યના નંબરો સેવ કરી રાખવા નાગરિકોને ખાસ અપીલ

રાજકોટ: જીવનમાં ઘણીવાર એવી અણધારી આફતો કે ઇમરજન્સી આવી પડે છે જ્યારે ગભરામણને કારણે ત્વરિત કોનો સંપર્ક કરવો તે સમજાતું નથી. કટોકટીની પળોમાં યોગ્ય વિભાગનો નંબર ન હોવાને કારણે નાગરિકો મોટી મુસીબતમાં મુકાઈ જતા હોય છે. આ સમસ્યાના નિવારણ માટે જનહિતમાં અગત્યના ઇમરજન્સી નંબરોની એક વિસ્તૃત યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાગરિકોને આ નંબરો પોતાની ડાયરી કે મોબાઇલમાં સુરક્ષિત રાખવા અને પરિવારજનો સાથે શેર કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરક્ષા અને નાગરિક સેવાઓ માટેના અગત્યના નંબરો:
કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કે કાયદો-વ્યવસ્થા માટે પોલીસ સેવાના ૧૧૨ અથવા ૧૦૦ નંબર પર તુરંત જાણ કરી શકાય છે. મહિલાઓની સુરક્ષા માટે ૧૦૯૧ અને બાળકોના રક્ષણ માટે ૧૦૯૮ (ચાઇલ્ડ લાઇન) હેલ્પલાઇન કાર્યરત છે. ભ્રષ્ટાચાર વિરોધી ફરિયાદો માટે ૧૦૩૧ અને ગુનાખોરી ડામવા ક્રાઇમ વ્યંગ્ય માટે ૧૦૯૦ નંબર ઉપયોગી સાબિત થશે. ટ્રાફિકની સમસ્યાઓ માટે ૧૦૩ નંબર છે.

તબીબી અને અકસ્માત સહાય
આરોગ્યલક્ષી કટોકટીમાં: જીવનરક્ષક એવી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા અને લોહીની જરૂરિયાત માટે બ્લડ બેંકના નંબર ૯૪૮૦૦ ૪૪૪૪૪ ને સેવ કરી રાખવા જરૂરી છે. આગની દુર્ઘટનામાં ફાયર સર્વિસ માટે ૧૦૧ પર કોલ કરી શકાય છે. માર્ગ અકસ્માત માટે ૧૦૭૩ અને ટ્રેન અકસ્માત જેવી દુર્ઘટનાઓ માટે ૧૦૭૨ નંબરની સુવિધા ઉપલબ્ધ છે.

ખેડૂતો, પશુઓ અને વહીવટી પૂછપરછ:
અબોલ પશુઓની સારવાર માટે 'એનિમલ સર્વિસીસ' દ્વારા ૧૯૬૨ નંબરની સેવા આપવામાં આવે છે. ખેડૂતો માટે કિસાન કોલ સેન્ટર ૧૫૫૧ અને સામાન્ય નાગરિકોની વહીવટી પૂછપરછ માટે સિટીઝન કોલ સેન્ટર ૧૫૫૩૦૦ કાર્યરત છે. સીએમ હેલ્પલાઇન માટે ૧૦૭૬ અને સીએમ ફરિયાદ પોર્ટલ (અભયમ) માટે ૧૮૧ નંબરનો ઉપયોગ કરી શકાય છે. વીજળી સંબંધિત ફરિયાદો માટે ૧૯૧૨ અને રેલવે પૂછપરછ માટે ૧૩૯ નંબર જાહેર કરાયો છે.

કુદરતી આફતો જેવી કે ધરતીકંપ માટે ૧૦૯૨ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ૧૦૨ નંબરની યાદી સાચવી રાખવી હિતાવહ છે. આ તમામ નંબરો ટોલ-ફ્રી છે, જેનો ઉદ્દેશ્ય મુસીબતના સમયે કોઈપણ નાગરિક ત્વરિત અને વિનામૂલ્યે મદદ મેળવી શકે તેવો છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે આ યાદી માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા સગા-સંબંધીઓ અને પડોશીઓને પણ મોકલી આપે જેથી જરૂરિયાતના સમયે કોઈ મૂંઝવણ ઊભી ન થાય. (કર્ટ્સી - શ્રી પ્રજા પ્રકાશ જાડાવાલા ના વોટ્સએપ મેસેજ માંથી)

(10:03 PM IST)