News of Thursday, 12th March 2026
કચ્છના કંડલા અને મુન્દ્રા બંદરે આવતા બે જહાજો ઉપર મિસાઈલ હુમલો: ૨૦ ક્રૂ નો બચાવ :૩ ગુમ
ભોગ બનનાર જહાજ થાઈલેન્ડ અને જાપાનના, યુએઈ અને દુબઈથી ભારત આવી રહ્યા હતા ત્યારે હોર્મુઝ સ્ટેટ પાસે હુમલો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૨ : ઈરાન, ઇઝરાઇલ, અમેરિકા વચ્ચેના યુદ્ધની અસરો સમગ્ર વિશ્વમાં વર્તાઈ રહી છે. યુદ્ધના માહોલમાં ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટેટ બંધ કરવાની ચેતવણી બાદ દરિયાઈ વ્યાપાર પર ભારે અસર છે. તે વચ્ચે યુએઈથી ભારતના કંડલા બંદરે આવી રહેલા થાઈલેન્ડના જહાજ મયુરી નારી ઉપર અને દુબઈથી ભારતના મુન્દ્રા પોર્ટ ઉપર આવી રહેલા જાપાની જહાજ વન મેજેસ્ટી ઉપર હોર્મુઝ સ્ટેટ નજીક મિસાઈલ હુમલો થતાં શિપિંગ ક્ષેત્રે સોપો પડી ગયો છે. મળતી માહિતી મુજબ થાઈ જહાજ ઉપર હુમલો થયા બાદ ઓમાનનું નૌકાદળ મદદે પહોંચ્યું હતું અને ૨૦ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા જ્યારે ૩ ક્રૂ મેમ્બર ગુમ છે. જ્યારે જાપાની જહાજ વન મેજેસ્ટીમાં હુમલા બાદ નાનું હોલ થઈ ગયું હતું પણ તમામ ક્રૂ મેમ્બર સલામત છે અને કોઈ મોટું નુકસાન નથી. જહાજને નજીકના બંદરે લાંગરી દેવાયું હોવાનું જાણવા મળે છે.
(9:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
