News of Thursday, 12th March 2026
અમેરિકામાં પત્નીની હત્યા કરી ફરાર ગુજરાતી પર રૂ.૯ કરોડનું ઈનામ

ન્યૂયોર્ક તા.૧૨: અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઈએ વર્ષ ૨૦૧૫માં પોતાની પત્નીની કથિત રીતે હત્યા કરવા બદલ વોન્ટેડ ગુજરાતી નાગરિક વિશે માહિતી આપનાર માટે ઈનામની રકમ વધારીને ૧૦ લાખ યુએસ ડોલર (રૂ. ૯ કરોડ) કરી દીધી છે. અગાઉ આ રકમ ૨,૫૦,૦૦૦ ડોલર હતી, જેમાં હવે મોટો વધારો કરવામાં આવ્યો છે.
આ ઘટનાની વિગતો એવી છે કે ૩૫ વર્ષીય ભદ્રેશ ચેતનભાઈ પટેલ છેલ્લે ન્યૂજર્સીના નેવાર્ક વિસ્તારમાં જોવા મળ્યો હતો. તેના પર ૧૨ એપ્રિલ, ૨૦૧૫ના રોજ મેરીલેન્ડના હેનોવરમાં એક ડોનટ શોપમાં કામ કરતી વખતે તેની પત્ની પલક પટેલ પર કોઈ વસ્તુ વડે અનેકવાર પ્રહાર કરી તેની હત્યા કરવાનો આરોપ છે. ભદ્રેશ પટેલ એફબીઆઈની ટેન મોસ્ટ વોન્ટેડ ફયુજાિટિવ્સ'ની યાદીમાં સામેલ છે. એફબીઆઈના જણાવ્યા અનુસાર, ઈનામની રકમમાં આ વધારો ગુનાની ગંભીરતા દર્શાવે છે. આનાથી શંકાસ્પદની શોધમાં લોકોનું વધુ ધ્યાન ખેંચાશે અને આ કેસમાં પીડિતને ન્યાય મળશે.
(10:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
