<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

ફારુક અબ્‍દુલ્‍લા પર ફાયરિંગઃ આબાદ બચાવ

અબ્‍દુલ્‍લા જમ્‍મુના ગ્રેટર કૈલાશ વિસ્‍તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપવા ગયા હતા

જમ્‍મુ તા.૧૨: જમ્‍મુ અને કાશ્‍મીરના પૂર્વ મુખ્‍યમંત્રી અને નેશનલ કોન્‍ફરન્‍સના સંરક્ષક ડો. ફારુક અબ્‍દુલ્‍લા પર આજે(૧૧ માર્ચ, ૨૦૨૬) ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જો કે, આ ઘટનામાં તેમનો આબાદ બચાવ થયો હતો.

અબ્‍દુલ્‍લા જમ્‍મુના ગ્રેટર કૈલાશ વિસ્‍તારમાં એક વકીલના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. ફાયરિંગ કરનાર વ્‍યક્‍તિની ઓળખ કમલ સિહ જમવાલ તરીકે થઈ રહી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

જમ્‍મુમાં ફારુક અબ્‍દુલ્‍લા તેમની પાર્ટીના વકીલ કાર્યકર્તાના દીકરાના લગ્નમાં હાજરી આપવા આવ્‍યા હતા. જ્‍યાં લગભગ એક કલાક સુધી ફારુક અબ્‍દુલ્‍લા રોકાયા હતા. આ પછી બેન્‍ક્‍વેટ હોલમાંથી બહાર નીકળતાની સાથે જ તેમના પર ફાયરિગ થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી ઝાડીઓમાં છુપાઈ ગયો હતો.

(10:03 AM IST)