<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

૨૦,૦૦૦ કરોડનાં ગેઇન બિટકોઈન કૌભાંડમાં આયુષ વાર્શનેયની ધરપકડ

સીબીઆઇએ લુકાઉટ સર્કયુલર બહાર પાડ્‍યો હતો : દેશમાંથી ભાગી જવાનો પ્રયત્‍ન કરતી વખતે સીબીઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી

નવી દિલ્‍હી તા.૧૨: ;સેન્‍ટ્રલ બ્‍યુરો ઓફ ઇન્‍વેસ્‍ટીગેશન (સીબીઆઇ)એ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનાં ગેઇન બિટકોઇન કરન્‍સી કૌભાંડનાં મુખ્‍ય આરોપીઓમાં સામેલ અને ડાર્વિન લેબસના સહ સંસ્‍થાપક આયુષ વાર્શનેયની ધરપકડ કરી છે. તેમ અમિકારીઓએ એક નિવેદનમાં જણાવ્‍યું છે.

સીબીઆઈએ વાર્શનયની વિરુદ્ધ શુકઆઉટ સર્કયુલર જારી કર્યું હતું. વાર્શનેયની દેશમાંથી ભાગવાનો પ્રયત્‍ન કરતી વખતે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.

સીબીઆઈના જણાવ્‍યા અનુસાર ડાર્વિન લેબ્‍સે એ ડિજિટલ ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરને વિકસિત કર્યું હતું જે નકલી કંપની ગેઇન બિટકોઈનના પરિચાલનની કરોડરજજુ હતી. તપાસ દરમિયાન એજન્‍સીએ હાર્વિન લેબ્‍સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના સહ સંસ્‍થાપકો વાર્શનય, સાહિલ બાયલા અને વાઓમી એઆઇનાં મુખ્‍ય મૂડી અધિકારી અને સંસ્‍થાપક નિયંજ જૈનની એમકેપ નામની એક ક્રિપ્‍ટોકરન્‍સી ટોકન અને તેનાથી જોડાયેલ ઈઆરસી-૨૦ સ્‍માર્ટ કોન્‍ટ્રાક્‍ટની ડિઝાઈન, વિકાસ અને ઉપયોગમાં સંડોવણી શોધી કાઢી હતી.

સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્‍યું છે કે ડાર્વિન લેબ્‍સે અનેક પ્‍લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવેલા આ ક્રિપ્‍ટોકરન્‍સી પોન્‍ઝી કૌભાંડ માટે ટેકનોલોજી સાથે સંકળાયેલ સંરચના તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

અધિકારીઓએ જણાવ્‍યું હતું કે આ કોભાંડનાં માસ્‍ટરમાઈન્‍ડ અમિત ભારદાજ અને તેમના ભાઈ અજય ભારહાજ હતાં. ઉલ્‍લેખનીય છે કે અમિત ભારતાજનું મોત થયું છે. આ કૌભાંડની વ્‍યાપકતા અને જટિલતાનાં કારણે જમ્‍મુ-કાશ્‍મીરથી મહારાષ્ટ્ર સુધી અને દિલ્‍હીથી પヘમિ ભંગાળ સુધી અનેક એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી.

આ કૌભાંડમાં રોકાણકારોને ૧૮ મહિના સુધી દર મહિને ૧૦ ટકા વળતર આપવાનું વચન આપવામાં આવ્‍યું હતું. 

(10:17 AM IST)