<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th March 2026

મલાબાર ગ્રુપના ચેરમેન એમ.પી. અહમદ ''મહારાષ્ટ્રીયન ઓફ ધ યર ૨૦૨૬'' પુરસ્કારથી સન્માનિત કરાયા

રાજકોટઃ તા.૧ર, મલાબાર ગ્રુપના ચેરમેન એમ. પી. એહમદને લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ ૨૦૨૬ ખાતે પ્રતિષ્ઠિત બિઝનેસ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સન્માન તેમને વૈશ્વિક જ્વેલરી રિટેલ ક્ષેત્રમાં તથા સમાજમાં પરિવર્તન લાવવામાં તેમની દૂરંદેશીભરી નેતૃત્વ ક્ષમતા અને મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપતા આપવામાં આવ્યું છે.

મુંબઈના પ્રખ્યાત ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે આયોજિત આ ભવ્ય સમારંભમાં નીતિ ઘડનારાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ તેમજ બિઝનેસ અને મનોરંજન ક્ષેત્રની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે, લોકમત મીડિયા ગ્રુપના ચેરમેન વિજય દરડા તથા અન્ય મંત્રીઓ, અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત મહેમાનો પણ હાજર રહ્યા હતા.

લોકમત મીડિયા ગ્રુપ દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ્સ એવા વ્યકિતઓને સન્માનિત કરે છે જેમની દ્રષ્ટિ, નેતૃત્વ અને સિદ્ધિઓએ પોતાના ક્ષેત્રોને નવી દિશા આપી છે અને સમાજ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. એમ. પી. અહમદને મળેલું આ સન્માન તેમની ઉદ્યોગસાહસિક તરીકેની સફર અને મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સને વૈશ્વિક સ્તરે આગળ લાવવાના તેમના યોગદાનને ઉજાગર કરે છે. આજે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વિશ્વની પાંચમી સૌથી મોટી જ્વેલરી રિટેલ ચેઇન અને ભારતીય મૂળની સૌથી મોટી જ્વેલરી રિટેલ બ્રાન્ડ તરીકે ઉભરી છે.

આ સન્માનત પ્રાપ્ત કરવા પર પોતાની ખુશી વ્યકત કરતા મલાબાર ગ્રુપના ચેરમેન શ્રી એમ. પી. અહમદે જણાવ્યું હતું કે, ''લોકમત મહારાષ્ટ્રીયન ઓફ ધ યર એવોર્ડ્સમાં બિઝનેસ ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરવો મારા માટે ગૌરવની બાબત છે. આ સન્માન સમગ્ર મલાબાર પરિવારની સંયુકત મહેનત અને વર્ષો સુધી અમારા ગ્રાહકો દ્વારા આપેલા વિશ્વાસનું પ્રતિબિંબ છે. અમારી સફર હંમેશા જવાબદારી, પ્રમાણિકતા અને તમામ હિતધારકોની સંયુકત વૃદ્ધિના સિદ્ધાંત પર આધારિત રહી છે. અમે સમાજ માટે લાંબા ગાળે મૂલ્ય સર્જવાની પ્રતિબદ્ધતા સાથે દરેક કાર્યમાં શ્રેષ્ઠતા મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ.'' 

(2:58 PM IST)