તા. ૨૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૧૪ શનિવાર
News of Thursday, 12th March 2026
હોલીવુડમાં ફફડાટઃ ઓસ્કાર ૨૦૨૬ પર ઈરાની ડ્રોન હુમલાનું સંકટ
FBIની હાઈ-એલર્ટ ચેતવણીઃ ૯૮માં એકેડેમી એવોર્ડ્સના ડોલ્બી થિયેટર ફરતે સુરક્ષાનું લોખંડી કવચ

નવી દિલ્હી, તા.૧૨: વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ઓસ્કાર ૨૦૨૬ પર આ વર્ષે મનોરંજન કરતા વધુ યુદ્ધના જોખમની ચર્ચા થઈ રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવને પગલે FBIએ એક સનસનીખેજ ચેતવણી જારી કરી છે, જેમાં જણાવાયું છે કે ઈરાન અમેરિકી હુમલાનો બદલો લેવા માટે કેલિફોર્નિયાના પヘમિ કિનારા પર ડ્રોન હુમલો કરી શકે છે. આ ગંભીર ઇનપુટ્સ મળતા જ હોલીવુડના ડોલ્બી થિયેટર અને તેની આસપાસના વિસ્તારોને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યા છે. લાલ જાજમ પર સેલિબ્રિટીઝના પગલાં પડે તે પહેલાં જ સુરક્ષા એજન્સીઓએ આકાશથી લઈને જમીન સુધી અત્યાધુનિક સર્વેલન્સ ગોઠવી દીધું છે.
૯૮માં ઓસ્કાર સમારોહના એક્ઝિકયુટિવ પ્રોડ્યુસર રાજ કપૂરે સુરક્ષા અંગે ખાતરી આપતા જણાવ્યું છે કે, ભલે વૈશ્વિક સ્તરે સ્થિતિ ગંભીર હોય, પરંતુ તેમની ટીમ FBI અને લોસ એન્જલસ પોલીસ સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહી છે. રેડ કાર્પેટની ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા એટલી ચુસ્ત છે કે પરિંદુ પણ પર મારી શકે તેમ નથી. જોકે, આયોજકોનો પ્રયાસ છે કે આટલી કડક સુરક્ષા છતાં મહેમાનો અને ચાહકો ડરના બદલે સુરક્ષિત અનુભવે. કોનન ઓ'બ્રાયન આ વર્ષે શો હોસ્ટ કરવાના છે, પરંતુ પડદા પાછળની અસલી કસોટી સુરક્ષા દળોની થવાની છે.
આગામી રવિવાર, ૧૫ માર્ચના રોજ યોજાનારા આ ભવ્ય સમારોહમાં વિશ્વભરના ૨૦૦ દેશોની નજર રહેશે. ભારત માટે આ સમાચાર એટલે મહત્વના છે કારણ કે અહીં ૧૬ માર્ચની વહેલી સવારે આ શો લાઈવ જોઈ શકાશે. ઈરાન દ્વારા ડ્રોન લોન્ચ કરવાની ધમકીએ માત્ર કેલિફોર્નિયા જ નહીં, પણ સમગ્ર અમેરિકાના પヘમિ કિનારા પર હાઈ-એલર્ટ લાદી દીધું છે. એવું માનવામાં આવે છે કે ઈરાન તેના શિપિંગ અને તેલ ટેન્કરો પર થયેલા પ્રતિબંધો અને હુમલાનો જવાબ આપવા માટે ઓસ્કાર જેવા હાઈ-પ્રોફાઈલ પ્લેટફોર્મને નિશાન બનાવી શકે છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાનો વિષય બન્યો છે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
