સાવધાન! મેટાનું નવું સુરક્ષા કવચ: હવે સ્કેમર્સની ખેર નથી: ફેસબુક-વોટ્સએપમાં આવશે લાઈવ એલર્ટ
વોટ્સએપમાં પરવાનગી વગર ડિવાઇસ લિંક નહીં થાય અને મેસેન્જરમાં AI રોકશે છેતરપિંડી: ફેસબુક પર અજાણ્યા લોકોની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા જ સિસ્ટમ યુઝર્સને કરશે સાવધ

નવી દિલ્હી : મેટાએ તેના અબજો યુઝર્સને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે 'એન્ટી-ફ્રોડ' ફીચર્સનો નવો સેટ લોન્ચ કર્યો છે. હવે વોટ્સએપ પર તમારી જાણ બહાર કોઈ અન્ય ઉપકરણ લિંક કરવાનો પ્રયાસ કરશે તો તરત જ સ્ક્રીન પર 'ડિવાઇસ લિંકેજ એલર્ટ' પોપ-અપ થશે. આ ફીચર સ્કેમર્સને તમારું એકાઉન્ટ હેક કરતા અને ખાનગી ચેટ્સ વાંચતા અટકાવશે, જેનાથી યુઝરની પ્રાઈવસી વધુ મજબૂત બનશે.
મેસેન્જર યુઝર્સ માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચોકીદારની ભૂમિકા ભજવશે. જો કોઈ અજાણ્યા સંપર્ક સાથેની વાતચીતમાં સ્કેમની પેટર્ન અથવા શંકાસ્પદ લિંક જણાશે, તો AI સિસ્ટમ તુરંત યુઝરને ચેતવણી આપશે. આ ટેકનિક ખાસ કરીને એવા કિસ્સાઓમાં કારગત નીવડશે જ્યાં સ્કેમર્સ યુઝર્સને લોભામણી વાતોમાં ફસાવીને નાણાકીય માહિતી ચોરવાનો પ્રયાસ કરતા હોય છે.
ફેસબુક પર હવે શંકાસ્પદ ફ્રેન્ડ રિક્વેસ્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. સિસ્ટમ એવા એકાઉન્ટ્સને ફ્લેગ કરશે જેમાં મ્યુચ્યુઅલ ફ્રેન્ડ્સ ઓછા હોય અથવા લોકેશન મેળ ન ખાતું હોય. રિક્વેસ્ટ સ્વીકારતા પહેલા ફેસબુક યુઝરને પ્રોફાઇલ રિવ્યૂ કરવા અથવા તેને બ્લોક કરવા સૂચન આપશે. આ સુરક્ષા સ્તર ઓનલાઈન ફ્રોડ અને ફેક પ્રોફાઇલ્સના વધતા જોખમને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
