<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

ઊંઘમાં બોલતાં નસકોરાં બ્‍લડપ્રેશર, હાર્ટએટેકનું જોખમ દર્શાવે છે

વધારે પડતાં નસકોરાં સ્‍વાસ્‍થ્‍ય માટે એલાર્મ સમાન : વર્લ્‍ડ સ્‍લીપ ડેઃ બેઠાડું જીવનશૈલી, જંક ફૂડના વધારે પડતા સેવનથી સ્‍લીપ એપ્રિયા ધરાવતા દર્દીઓમાં સતત વધારો

મુંબઈ,તો૧૩: કોઈ વ્‍યક્‍તિ રાત્રે ઊંઘમાં નસકોરાં બોલાવે તો તેની ઘણી વખત મજાક ઉડાવવામાં આવતી હોય છે. પરંતુ તે મજાકનો નહીં પણ ચિતાનો વિષય છે. રાત્રે ઊંઘમાં બોલતાં નસકોરાં હાઈ બ્‍લડપ્રેશર, હાર્ટ એટેકનું જોખમ દર્શાવે છે. ડોક્‍ટરોના મતે ઓબ્‍સટ્રેક્‍ટિવ સ્‍લીપ એપ્રિયા એટલે કે વ્‍યક્‍તિ ઊંઘી જાય ત્‍યારે મોટેથી નસકોરાં બોલે તે દરમિયાન મગજ-કિડની-હૃદયને પૂરતું ઓક્‍સિજન મળતું નથી.

દર વર્ષે ૧૩ માર્ચની ઉજવણી ‘વર્લ્‍ડ સ્‍લીપ ડે' તરીકે કરવામાં આવે છે. છેલ્‍લા કેટલાક વર્ષોથી અનિદ્રા જ નહીં સ્‍લીપ એપ્રિયાના વધતા દર્દીઓ ચિતાનો વિષય હોય છે. જે પણ વયસ્‍કને રાત્રે ૭થી વધુ ટ્ટ એપ્રિયાના એપિસોડ એટલે કે શ્વાસ નહીં લેવાની સમસ્‍યા સર્જાય તો દિવસે ઊંઘ આવે તો તેને ચપળતા-સ્‍ફૂર્તિ ઓછી થવી- માટે શરીરના ચેતાતંત્રને લગતા ફેરફાર જવાબદાર છે, જેનું નિદાન ન્‍યૂરો લોજિસ્‍ટ દ્વારા કરવામાં આવે છે. ઓસ્‍ટ્રક્‍ટિવ સ્‍લીપ એપનિયા માટે મસ્‍તિષ્‍ક અને ગરદનના ભાગમાં રહેલા અવયવોની રચના જવાબદાર છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેના માટે મેદસ્‍વિતા-ગરદનની આસપાસ ચરબીની જમાવટ, અસામાન્‍ય જડબાના હાડકાની રચના, બાળકોમાં ટોન્‍સિલ તેમજ નાકની પાછળના મસા, નાકનો પડદો વાંકો હોવો જેવા કારણો જવાબદાર હોય

ડોક્‍ટરોના મતે સ્‍લીપ એપ્રિયા એક ગંભીર પ્રકારની બીમારી છે. જેમાં ઊંઘમાં વારે-ઘડીએ ચાલુ-બંધ થાય છે. ઓક્‍સિજનનનું પ્રમાણ ઓછું થવાથી જુદા-જુદા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જેમાં નસકોરાં, દિવસે ઊંઘ આવવી, ચીડિયાપણું, બ્‍લડ પ્રેશર વધવું, હૃદયરોગનું જોખમનો સમાવેશ થાય છે.

સ્‍લીપ એપ્રિયા બાળક અને વયસ્‍ક બંનેમાં જોવા મળે છે. પરંતુ લક્ષણ અલગ માથું દુઃખવું, બ્‍લડપ્રેશર વધવાનો સામનો કરવો પડી શકે છે. સ્‍લીપ એપ્રિયા હોય કાર ચલાવતી વખતે પણ અકસ્‍માતનું જોખમ રહે છે. કેમકે, તેમનો ઊંઘ પર કન્‍ટ્રોલ રહેતો નથી.  માથું દુઃખવું, બ્‍લડપ્રેશર વધવાનો સામનો

સોલા સિવિલ હોસ્‍પિટલનાં ઈએનટી વિભાગનાં પ્રોફેસર-હેડ ડો. નીના ભાલોડિયાએ જણાવ્‍યું કે, 'સેન્‍ટ્રલ અને છે.' ઓસ્‍ટ્રેક્‍ટિવ એમ સ્‍લીપ એપનિયાના બે પ્રકાર છે.

સ્‍લીપ એપ્રિયાના લક્ષણો

* શ્વાસ લેવામાં તકલીફ પડતાં રાત્રે ઊંઘમાંથી ઉઠી જવું. નસકોરાં બોલવા.

* રાત્રે ઊંઘ પૂરી નહીં થવાથી દિવસ દરમિયાન થાકનો અનુભવ, દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ આવવી. અપૂરતી ઊંઘથી દિવસ દરમિયાન એકાગ્રતાનો અભાવ

* કોઈપણ વ્‍યક્‍તિને આ લક્ષણો હોય તો કાન-નાક-ગળાના ડોક્‍ટરને બતાવવું જોઈએ.

સ્‍લીપ એપ્રિયાનું નિવારણ કઈ રીતે લાવવું?

* બેઠાડુ જીવન છોડીને જીવનશૈલીમાં ફેરફાર કરવો.

* વજન ઘટાડવું, વ્‍યાયામ કરવો, વ્‍યસન છોડવું.

* ઈએનટી સર્જન દ્વારા સર્જરી કરીને નાક, કંઠનળી, તાળવાના ભાગમાં અવરોધ ઉત્‍પન્ન કરતા ભાગને દૂર કરાય છે. જેમ કે, નાકનો પડદો-મસા-કાકડા વગેરે. જેનાથી વ્‍યક્‍તિને શ્વાસ લેવામાં સરળતા રહે.

વય મુજબ કેટલા કલાકની ઊંઘ જરૂરી?

વય       ઊંઘ

૧-૨      ૧૧-૧૪ કલાક

૩-૫      ૧૦-૧૩ કલાક

૬-૧      ૯-૧૨ કલાક

૧૩-૧૮   ૮-૧૦ કલાક

૧૮-૬૮   ૭ કલાકથી વધુ

૬૦થી વધુ      ૭-૮ કલાક

(10:05 AM IST)