News of Friday, 13th March 2026
અનૈતિક સંબંધથી જન્મેલા બાળકને પણ નૈતિક અધિકારઃ હાઈકોર્ટ
માતાપિતાના ગેરકાયદે કૃત્યો માટે બાળકો જવાબદાર ન ગણાય : પોલીસ કોન્સ્ટેબલ પદ પર અનૌરસ પુત્રની પસંદગીને પડકારતી કાયદેસરના પુત્રની અરજી ફગાવાઈ

મુંબઈ,તા.૧૩: માતાપિતાના ગેરકાયદે કાર્યો માટે બાળકને જવાબદાર ઠેરવી સકાય નહીં. આથી અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકો ચુકાદો બોએ સાઈકોટ જ પણ નૈતિક અધિકારોના હકદાર છે, એમ એક ઐતિહાસિક ચુકાદો બોમ્બે હાઈકોર્ટે આપ્યો છે. હાઈકોર્ટની નાગપુર બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
અકોલા જિલ્લાના પોલીસ અધિકારીનો લગ્નેતર સંબંધ હતો અને પહેલી પત્નીથી કાયદેસર છૂટાછેડા લીધા નહોતા અને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા. આવા ગેરકાયદે સંબંધથી એક પુત્ર થયો હતો. પુત્રને પોલીસ અધિકારીઓના બાળકો માટે અનમાત પોલીસ કોન્સ્ટેબલના પદ માટે પસંદ કરવામાં આવ્યો હતો. આની સામે પહેલી પત્નીના પુત્રે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતું કે અનૈતિક સંતાન હોવાથી તે નોકરી માટે પાત્ર નથી, જ્યારે પોતે વેઈટિગ લિસ્ટમાં પ્રથમ સ્થાને હતો. આથી તેણે અનૈતિક સંતાનના સ્થાને પોતાને પસંદ કરવાની માગણી કરી હતી. કોર્ટે જોકે અરજી ફગાવી હતી. બદલાતા સામાજિક ધોરણને કારણે જે પહેલાં ગેરકાયદે હતું એ આજે કાયદેસર હોઈ શકે છે. આથી સમયાંતે હિન્દુ લગ્ન કાયદામાં જરૂરી ફેરફાર કરાયા છે. સામાજિક સુધારા લાવવા અને પીડિતાના લાભ ધ્યાનમાં રાખીને કાયદો બનાવાયો છે. કોર્ટે હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે આ કાયદા અનૈતિક બાળકના અધિકારનું રક્ષણ કરે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે માતાપિતાના કાર્યો પર સંતાનનું કોઈ નિયંત્રણ નહોવાથી તેઓ નિર્દોષ છે. આથી તેમની સાથે કાયદેસર બાળકની જેમ વર્તન થવું જોઈએ.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
