હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

મુંબઈ,તા.૧૩: આગામી તા.૧૯મી માર્ચથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થશે. એ દિવસે માતાજીના ઘટસ્થાપન માટે સવારે ૮.૨૪ કલાકથી બપોરે ૧૨.૨૯ કલાકનો સમય શ્રેષ્ઠ છે. ચૈત્રી નવરાત્રિ સાથે ચૈત્ર પ્રતિપદા, હિન્દુ નવવર્ષ, નૂતન પરાભવ નામ સંવત્સરના પ્રારંભ સાથે વાસંતિક નવરાત્રિના પ્રારંભે ગૂડી પડવો પણ છે.
આપણાં શાષમાં ચાર નવરાત્રિ દર્શાવી છે, જે પૈકી ચૈત્ર માસમાં આવતી નવરાત્રિ વાસંતિક નવરાત્રિ તરીકે ઉલ્લેખાય છે, ચૈત્ર નવરાત્રિ ઊર્જા-શક્તિ-સાધના અને ઉપાસનાનું પર્વ છે. આગામી તા.૧૯ માર્ચથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિ તા. ૨૭મી માર્ચે સંપન્ન થશે. ચૈત્ર પ્રતિપદા, હિન્દુ નવવર્ષ, નૂતન પરાભવ નામ સંવત્સરના પ્રારંભ સાથે ગૂઢી પડવો પણ છે. આપણા શાષમાં ચૈત્ર શુક્લ પ્રતિપદાનું વિશેષ મહત્વ છે. આજના દિવસે લાધાજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી હતી. જેથી, સનાતન સંસ્કૃતિના નૂતનવર્ષ તરીકે લેખાય છે. ચૈત્ર નવવર્ષ આરંભના રાજા ગુરુ છે. નવગ્રહમાં પણ ગુરુ મંત્રી છે અને તેમનો સ્વભાવ પણ મધ્યમ છે. જેથી, પોતાના સ્વભાવગત પરિણામ આપશે. તા.૫ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ગ્રહોની અસર મુજબ દેશ-દુનિયા, વાતાવરણ પર ઊંચ પરિણામ આપશે. નવરાત્રિ આત્મબળ, આત્મઉર્જા પ્રાપ્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. શાષમાં ઉલ્લેખ્યું છે કલી ચંડી વિનાયકો કળિયુગમાં ગણપતિ અને દેવીની ઉપાસના શ્રેષ્ઠ ફળ આપે છે. દેવી ઉપાસનાથી મનુષ્ય જીવનમાં કાર્ય સિદ્ધિ, તેજ, ઈત્યાદિની પ્રાપ્તિ થાય છે.
નવરાત્રિમાં નવદુર્ગાની પૂજાનું મહત્વ
નવરાત્રિના નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોનું પુજન-અર્ચન કરવાનું ખુબજ મહત્વનું હોઇ શ્રદ્ધાભેર ભક્તિ કરવાથી પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રી, બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે ચંદ્રઘંટા, ચોથા દિવસે કુષ્માંડા, પાંચમા દિવસે સ્કંધ માતા, છઠ્ઠ દિવસે કાત્યાયની, સાતમા દિવસે કાલરાત્રિ, આઠમા દિવસે મહાગૌરી તેમજ નવમા દિવસે સિદ્ધિદાત્રી માતાનું પુજન કરવું જોઇએ.
માતાજીને લાલ-પીળા પુષ્પ અર્પણ કરવા જોઇએ
નવરાત્રિના નવ દિવસ માતાજીના અલગ-અલગ સ્વરૂપોના પુજન-અર્ચન સાથે ધૂપ, દિપ કર્યા બાદ ખીરનું નૈવેધ અર્પણ કરવું જોઇએ. નવરાત્રિ દરમિયાન પોતાની કુળદેવીનું વિશેષ પૂજન કરી અખંડ દિવો કરી લાલ અને પીળા પુષ્પોથી પૂજન કરી દૂધમાંથી બનાવેલ નૈવેધ અર્પણ કરવું જોઇએ.
નર્વાણમંત્રના જાપ કરવા હિતાવહ
જે જાતકોને શનિ મહારાજની પનોતી હોય, રાહુ ઉપદ્રવ જનક હોય અથવા જન્મકુંડળીની અંદર અશુભ દોષ હોય તેમાંથી શાંતિ પ્રાપ્ત કરવા દેવી યાગ, સંપુટિત ચંડીપાઠ, નવચંડી, પુજન-અર્ચન-નવાર્ણ મંત્રના જાપ કરવા જોઇએ.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM