<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

પાકિસ્‍તાનને ચડયું શુરાતનઃ ફરી અફઘાન ઉપર એર સ્‍ટ્રાઈક

પવિત્ર રમઝાન મહિનામાં પણ પાકિસ્‍તાનને શાંત બેસવું નથીઃ હવાઈ હુમલામાં મહિલાઓ-બાળકોના મોત : રમઝાનમાં હુમલો કરતાં વરસી રહ્યો છે ફીટકારઃ કુંદહાર ફયુલ ડેપો ઉપર હુમલોઃ અનેક શહેરોમાં તબાહી મચાવી

નવી દિલ્‍હી,તા.૧૩: રમઝાનના પવિત્ર મહિનાના અંતિમ દિવસોમાં અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાન વચ્‍ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. અફઘાનિસ્‍તાનનો દાવો છે કે પાકિસ્‍તાને ફરી એકવાર અફઘાન સાર્વભૌમત્‍વનું ઉલ્‍લંઘન કર્યું છે, કાબુલ, કંદહાર, પક્‍તિયા અને પક્‍તિકા સહિત દેશના અનેક ભાગોમાં મોટા પાયે હવાઈ હુમલા કર્યા છે.

પાકિસ્‍તાની વાયુસેનાના વિમાનોએ કંદહાર એરપોર્ટ નજીક ખાનગી એરલાઇન કામ એરના ઇંધણ ડેપોને નિશાન બનાવ્‍યો છે. આ કંપની નાગરિક એરલાઇન્‍સ તેમજ સંયુક્‍ત રાષ્ટ્રના વિમાનોને ઇંધણ પૂરું પાડે છે. આ હુમલો એવા સમયે થયો છે જ્‍યારે ઈરાન-ઇઝરાયલ યુદ્ધ ઘણા દેશોમાં તેલ સંકટનું કારણ બની રહ્યું છે.

અફઘાન અને તાલિબાન અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ હવાઈ હુમલાઓમાં રહેણાંક વિસ્‍તારોને નિશાન બનાવવામાં આવ્‍યા હતા, જેમાં ઘણા નાગરિક ઘરોનો નાશ થયો હતો. એવો દાવો કરવામાં આવ્‍યો છે કે હુમલામાં મહિલાઓ અને બાળકો માર્યા ગયા હતા. અન્‍ય સ્‍થળોએ, પાકિસ્‍તાની વિમાનોએ ખાલી રણ અને નિર્જન વિસ્‍તારોમાં બોમ્‍બમારો કર્યો હતો.

તાલિબાન સરકારે આ લશ્‍કરી કાર્યવાહીને ક્રૂર આક્રમણ ગણાવી છે. નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે રમઝાનના છેલ્‍લા દસ દિવસોમાં અને ઈદ જેવા તહેવારોની નજીક આવા હુમલા કરવાથી ખબર પડે છે કે પાકિસ્‍તાની શાસન કોઈપણ માનવતાવાદી સિદ્ધાંતો કે નૈતિક મૂલ્‍યોથી બંધાયેલું નથી.

કાબુલ પાકિસ્‍તાને ફરી એકવાર અફઘાનિસ્‍તાનમાં હવાઈ હુમલો કર્યો છે. તાલિબાન સરકારના પ્રવક્‍તા ઝબીહુલ્‍લાહ મુજાહિદે દાવો કર્યો છે કે પાકિસ્‍તાને કાબુલ, કંદહાર, પક્‍તિયા અને પક્‍તિકા સહિત અનેક વિસ્‍તારોમાં બોમ્‍બમારો કર્યો હતો. આ હુમલાઓમાં નાગરિકોના ઘરોને નિશાન બનાવવામાં આવ્‍યા હતા, જેમાં મહિલાઓ અને બાળકોના મોત થયા હતા. ટોલો ન્‍યૂઝે અહેવાલ આપ્‍યો છે કે ત્રણ લોકો માર્યા ગયા હતા અને ૧૫ ઘાયલ થયા હતા. તાલિબાન સરકારના જણાવ્‍યા અનુસાર, પાકિસ્‍તાની વિમાનોએ અનેક સ્‍થળોએ વારંવાર હુમલા કર્યા હતા. મુજાહિદે કહ્યું હતું કે કેટલાક હુમલાઓ વસ્‍તીવાળા વિસ્‍તારોમાં થયા હતા જ્‍યાં નાગરિકો રહે છે. આ હુમલાઓમાં ઘણા ઘરો નાશ પામ્‍યા હતા, જ્‍યારે કેટલાક કિસ્‍સાઓમાં ખાલી વિસ્‍તારોને પણ નિશાન બનાવવામાં આવ્‍યા હતા.

તાલિબાન વહીવટીતંત્રે આ હુમલાઓની સખત નિદા કરી છે, અને કહ્યું છે કે રમઝાનના છેલ્‍લા દિવસોમાં અને ઈદ પહેલા આવી કાર્યવાહી માનવતા અને નૈતિક મૂલ્‍યોની વિરુદ્ધ છે. મુજાહિદે કહ્યું હતું કે આ હુમલાઓ ગંભીર અન્‍યાય છે અને અફઘાનિસ્‍તાન તેમને અવગણશે નહીં. તાલિબાનના પ્રવક્‍તાએ ચેતવણી આપી હતી કે આ કાર્યવાહીનો બદલો લેવામાં આવશે. જોકે, તેમણે સ્‍પષ્ટ કર્યું નથી કે અફઘાનિસ્‍તાન કેવી રીતે પ્રતિક્રિયા આપશે.

આરોપો અનુસાર, પાકિસ્‍તાની વિમાનોએ કંદહાર આંતરરાષ્ટ્રીય વિમાનમથક નજીક સ્‍થિત ખાનગી એરલાઇન કામ એરના ઇંધણ ડેપોને પણ નિશાન બનાવ્‍યો હતો. હુમલા બાદ ત્‍યાં આગ લાગી હતી. આ ઇંધણ ડેપો નાગરિક વિમાનો તેમજ સંયુક્‍ત રાષ્ટ્રના વિમાનોને ઇંધણ પૂરું પાડે છે તેવું કહેવાય છે. વધુમાં, કંદહારમાં અન્‍ય એક ખાનગી ઉદ્યોગપતિ હાજી ખાન ઝાદાના ઇંધણ ડેપોને પણ નિશાન બનાવવામાં આવ્‍યું હોવાના અહેવાલ છે. તાલિબાનનો દાવો છે કે આ હુમલાઓમાં વ્‍યાપક નુકસાન થયું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્‍યારે યુએસ-ઈરાન યુદ્ધને કારણે વૈશ્વિક સ્‍તરે તેલ અને ગેસની અછત છે. પાકિસ્‍તાને અફઘાન તેલ ડેપોને નિશાન બનાવ્‍યો છે

(10:34 AM IST)