<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th March 2026

બાટલાની બબાલઃ ક્‍યાંક ભોજનાલય બંધ તો ક્‍યાંક ગેસ બુકિંગ વધતા સર્વર ડાઉન

ગુજરાતમાં અનેક જગ્‍યાઓ પર બુકિંગ કરાવ્‍યા બાદ પણ કન્‍ફર્મેશન મેસેજ મળતા નથી : ગેસ એજન્‍સીનો દાવો છે કે, લોકોમાં પેનિક વધતા ગેસ બુકિંગ અચાનક વધી ગયા હોવાથી સર્વર ડાઉન જેવી સમસ્‍યા ઉભી થઈ છે

 

અમદાવાદ,તા.૧૩: પヘમિ એશિયાના સંકટને કારણે હાલ ઊર્જાની કોઈ અછત નથી તેવી સરકારે સ્‍પષ્ટતા કરી હોવા છતાં ગુજરાત સહિત દેશભરમાં ઇંધણની કથિત અછતને કારણે લોકોમાં ફફડાટ વ્‍યાપ્‍યો છે. રાજ્‍યના મોટાભાગના શહેરો-ગામડાઓમાં LPG સેન્‍ટરો પર લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. સિલિન્‍ડરના બુકિગ માટે ભારે ધસારાને કારણે ઓઇલ માર્કેટિગ કંપનીઓની બુકિગ સિસ્‍ટમ પણ વારંવાર ક્રેશ થવાની ફરિયાદો મળી રહી છે. તો બીજી બાજુ કોમર્શિયલ LPG સિલિન્‍ડરો પર આધાર રાખતી ખાણીપીણીની નાની દુકાનો, મેસ, રેસ્‍ટોરન્‍ટને ઇંધણના પુરવઠો ખોરવાઈ જવાનો ડર છે. તો આવી પરિસ્‍થિતિમાં અમદાવાદનું એક ભોજનાલય તો બંધ કરી દેવામાં આવ્‍યું છે. આ સાથે ભોજનાલયની બહાર સિલિન્‍ડરની અછતના બોર્ડ પણ મારી દેવામાં આવ્‍યા છે. તો બીજી બાજુ અનેક રેસ્‍ટોરન્‍ટ અને ખાણીપીણીની દુકાનોમાં જ્‍યાં જગ્‍યા છે ત્‍યાં ચૂલો શરૂ કરવામાં આવ્‍યો છે.

અમદાવાદમાં મણિનગરમાં આવેલા સ્‍વામિનારાયણ ભોજનાલયને બંધ કરી દેવામાં આવ્‍યું છે. આ ભોજનાલય બહાર સિલિન્‍ડર અછત અંગે બોર્ડ લગાવવામાં આવ્‍યું છે. આ ભોજનાલયમાં રોજના અંદાજે ૩૦૦થી ૪૦૦ લોકો જમવા આવે છે. આ સાથે અહીં ૨૦ કર્મચારીઓનો સ્‍ટાફ કામ કરી રહ્યો છે. જેના કારણે આ સ્‍ટાફની રોજગારી પર પણ અસર પડી શકે છે. અહીં રોજ આવતા પીજીમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મોટી અસર થઈ છે. અહીં આવતા લોકોએ સરકારને એવી માંગણી પણ કરી છે કે, આવા ભોજનાલય બંધ ન થાય તેનું ધ્‍યાન રાખો. અહીં વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન્‍સ, પીજીમાં રહેતા લોકો આવતા હોય છે.

અમદાવાદ શહેરમાં LPG ગેસ સિલિન્‍ડર બુકિગ અંગે પણ ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઘણા ગ્રાહકોનો આક્ષેપ છે કે, એક મહિના સુધી રાહ જોયા છતાં ગેસ સિલિન્‍ડર મળી રહ્યા નથી. નિકોલ વિસ્‍તારમાં ગુસ્‍સે ભરાયેલા ગ્રાહકોએ ગેસ એજન્‍સીની ઓફિસે પહોંચી રોષ વ્‍યક્‍ત કર્યો હતો. ગ્રાહકોના જણાવ્‍યા મુજબ ૨૫ દિવસ પછી જ ફરી ગેસ બુકિગ થઈ શકે છે. બુકિગ કરાવ્‍યા બાદ પણ કન્‍ફર્મેશન મેસેજ મળતા નથી. બીજી તરફ ગેસ એજન્‍સીનો દાવો છે કે, લોકોમાં પેનિક વધતા ગેસ બુકિગ અચાનક વધી ગયા હોવાથી સર્વર ડાઉન જેવી સમસ્‍યા ઉભી થઈ છે.

ઝાલોદમાં ગેસના બોટલ માટે હાહાકાર મચ્‍યો. ઝાલોદની ઇન્‍ડિયન ગેસ એજન્‍સી ખાતે ગેસ બોટલ માટે ગ્રાહકોની ભારે પડાપડી થઈ રહી છે. છેલ્‍લા ચાર દિવસથી ગેસની ગાડી ન આવતા ગ્રાહકને ભારે મુશ્‍કેલી પડી રહી છે. બુકિગ કરાવ્‍યા છતાં ગેસ બોટલ ન મળતા અનેક ગ્રાહકો નારાજ થઈને પરત ફરવા મજબૂર બન્‍યા હતા. એજન્‍સી અને ગોડાઉન ખાતે દરરોજ લાંબી કતારો જામી મહિલાઓ અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્‍યો છે. આ ઉપરાંત ઓનલાઈન ગેસ બુકિગનો સર્વર પણ ઠપ્‍પ થઈ જતાં મુશ્‍કેલીઓમાં વધારો. ઝાલોદ ઇન્‍ડિયન ગેસ એજન્‍સી પાસે અંદાજે કુલ ૪૧ હજારથી વધુ ગ્રાહકો, પરંતુ ગેસનો પુરવઠો ઓછો પડતાં સ્‍થિતિ ગંભીર બની. ગેસના બોટલો ન મળતાં ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્‍યો છે અને લોકો રોજ કામધંધો છોડીને ગેસ માટે એજન્‍સી અને ગોડાઉન સુધી દોડી રહ્યા છે.

અરવલ્‍લી જિલ્‍લામાં કોમર્શિયલ ગેસ કપાતના કારણે મોટી મુશ્‍કેલી સર્જાઈ છે. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર અનેક હોટલોમાં ચૂલા સળગ્‍યા છે. હોટલ સંચાલકોએ મેનુની વાનગીઓમાં ઘટાડો કર્યો છે. જે વાનગીમાં ગેસ વધારે વપરાતો હોય તેવી સાઉથ ઇન્‍ડિયન, ચાઈનીઝ વાનગીઓ બંધ કરવા દુકાનદારો મજબૂર બન્‍યા છે.

યુદ્ધની સ્‍થિતિ વચ્‍ચે ગેસ પુરવઠાને લઈ વડોદરામાં પણ નાગરિકોની ચિતા વધી છે. ઘરગથ્‍થુ ગેસના સિલિન્‍ડર મળશે કે નહીં તે અંગે નાગરિકો દ્વિધામાં છે. આજે સવારે ૮ વાગ્‍યાથી ૫૦૦ થી વધુ લોકો ઊભા રહ્યા છે. કતારોમાં કાળઝાળ ગરમીમાં લોકો વહેલી સવારથી ઊભા રહે છે. કતારોમાં ઘરે ગેસના બોટલ નોંધાવ્‍યા બાદ પણ નહીં આવતા હોવાના નાગરિકોના આક્ષેપ. લોકોએ નોકરી ધંધા છોડીને લાઈનમાં ઊભું રહેવું પડે છે. ગેસના બોટલ નોંધાવવા લાગેલી લાઈનોમાં ઝઘડા પણ થઈ રહ્યા છે. તો એક મહિલા કાળજાળ ગરમીને કારણે થોડી મિનિટો માટે બેશુદ્ધ પણ થઈ ગયા હતા.(૪૦.૩૧)

(2:57 PM IST)