News of Friday, 13th March 2026
જુઓ સમાચારો ઉડતી નજરે...

* પીએમ કિસાન નિધિનો હપ્તો જાહેર: વડાપ્રધાન નરેન્દ્રbhai મોદીએ આસામના ગુવાહાટીથી સાંજે ૫ વાગ્યે 'પીએમ કિસાન સન્માન નિધિ'નો ૨૨મો હપ્તો જાહેર કર્યો છે. કરોડો ખેડૂતોના ખાતામાં સીધા ૨૦૦૦ રુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
* શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો: આજે બજાર બંધ થતા સુધીમાં સેન્સેક્સ ૧૪૭૦ પોઈન્ટ અને નિફ્ટી ૪૮૮ પોઈન્ટ ઘટીને બંધ થયા છે. રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થયું છે.
* ગ્રીન કોરિડોરનું ઉદ્ઘાટન: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સાંજે લખનૌના 'ઝૂલેલાલ વાટિકા' ખાતે ગ્રીન કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું છે.
* જી-સેવન બેઠકમાં ટ્રમ્પનું નિવેદન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જી-સેવન બેઠકમાં દાવો કર્યો છે કે ઈરાન હવે હાર માનવાની નજીક છે અને તેમણે મિડલ ઈસ્ટના જોખમને "કેન્સર" ગણાવી તેને ખતમ કરવાની વાત કરી છે.
* એલપીજી ગેસ કટોકટી પર વિરોધ પ્રદર્શન: દેશમાં રાંધણ ગેસની અછત અને વધતી મોંઘવારી સામે મહિલા કોંગ્રેસે સાંજે લાકડા પર રસોઈ બનાવીને અનોખો વિરોધ નોંધાવ્યો છે.
* આસામમાં પીએમ મોદીના કાર્યક્રમો: વડાપ્રધાને ગુવાહાટીમાં સાંજે ૧૯૬૮૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કર્યા છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
